April 30, 2024
Vartman Pravah
દમણ

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૯

આજે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની ઍક બેઠક કોળી પટેલ સમાજના પ્રમુખના અવસાન બાદ ખાલી પડેલા પદ માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં કાર્યકારી નવા પ્રમુખની નિમણૂક કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકનું સંચાલન સમાજના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર દમણ જિલ્લામાંથી યુવાનો અને અગ્રણી લોકો ઉપસ્થિત રહી સલાહસૂચનો આપ્યા હતા. સભામાં સૌપ્રથમ સમાજના પ્રમુખ અને સમાજના અગ્રણીઓને શ્રદ્ધાંજલિ આપી સભાની શરૂઆત કરવામાં આવી હતી.
બેઠકમાં જ્યાં સુધી નવા પ્રમુખની નિમણુક નહીં થાય ત્યાં સુધી સમાજના દાખલા અને પ્રમાણપત્ર પર સહી કરવાની જવાબદારી શ્રી જયંતિભાઈ પટેલને આપવામાં આવી છે. આ બેઠકમાં બે મહિનામાં નવા પ્રમુખની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે મહિના માટે, ઍક સમિતિ પણ બનાવવામાં આવી છે.
સમિતિના સભ્યો શ્રી વાસુભાઈ પટેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ, શ્રી નવીનભાઈ અખ્ખુ, શ્રી નવીન રમણ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ ખારીવાડ અને શ્રી ગજુભાઇ ડાયાભાઇ પટેલને સમિતિની જવાબદારી સોîપવામાં આવી છે. આ સમિતિ દરેક ગામથી સમિતિ બનાવવા આવનારા બે મહિનામાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં સહયોગ અને જવાબદારી નિભાવશે. ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર બેઠકનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં શ્રી ગુલાબભાઈ બાબુ, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રી મણીલાલ પટેલ, શ્રી તનોજભાઈ પટેલ, શ્રી રાયચંદભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તાધિકારી અને બાર એસોસિએશન દમણના સંયુક્‍ત ઉપક્રમે મોટી દમણની ફાધર એગ્નેલો સ્‍કૂલમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ પાસેથી એક અજાણ્‍યા ઈસમની લાશ મળી આવી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment