December 1, 2025
Vartman Pravah
સેલવાસ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

પ્રદેશના ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લીધેલો લાભઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૯
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની ઍક યોજના છે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં સંઘપ્રદેશમાં સફળતાપૂર્વક વર્ષ ૨૦૧૮માં આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને પ લાખ સુધી કેશલેસ આરોગ્ય સવિધા આપવાનો છે. આ યોજના લાગુ થયા બાદ ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો હોસ્પિટલમાં દાખલ થતાં થનારા નાણાંકીય બોજ અોછો થઈ ગયો છ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઅોના લાભ મળી રહ્ના છે. આ યોજનામાં નવીનતમ સામાજિક-આર્થિક જાતિ જનગણના-ર૦૧૧ના હેઠળ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર, પ્રદેશના જે પરિવારોની વાર્ષિક આવક ૧.પ લાખથી ઓછી છે તેવા પરિવાર મકાન અને અન્ય બાંધકામ કામદારોની મફત નોંધણી કરવામાં આવી છે. તે જ સમયે, જે પરિવારોની વાર્ષિક આવક ૧.૫ લાખથી વધુ છે, તે પરિવારો પ્રીમિયમની રકમ જાતે ભરીને આ યોજના સાથે જોડાયેલા છે. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ નારોજ, આ યોજનાના ૩ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્ના છે.
આ અવસરે પ્રદેશમાં આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫૭૫૦૫ પરિવારોની નોંધણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં

૩ વર્ષમાં કુલ ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે, જેમાં કુલ ૪૬ કરોડ રૂપિયાનો લાભ લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા, ડાયરેક્ટર, મેડિકલ ઍન્ડ હેલ્થ, દાદરા નગર હવેલી અને દમણ દીવે જણાવ્યું હતું કે, આ ઍક ખૂબ સારી યોજના છે. ત્રણ વર્ષમાં અત્યાર સુધીમાં, ઘણા લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે અને તેમના જટિલ રોગોની સારવાર કરી છે. આ યોજના દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨૬૫ લોકોને હૃદયરોગ, ૧૪૨૮ કેન્સર, ૩૫૭૪ સર્જરી, ૧૪૪ ન્યુરો સર્જરી મફતમાં મળી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસ બિન્‍દ્રાબિન જવા શિવ જળાભિષેક સાથે ભવ્‍ય કાવડયાત્રા નિકળી

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment