April 20, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહ ખાતે ભાજપ મહિલા કાર્યકર સંમેલન યોજાયું દાનહમાં ભય, ગુંડાગીર્દી, આતંક અને ગરીબોને કચડનારા છે સામેવાળાઃ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની

  • ‘કમળનું ફૂલ ભાજપનું પ્રતિક છે, તે વ્‍યક્‍તિનું નથી. કમળનું ફૂલ સમૃદ્ધિનું પ્રતિક છે, તે લક્ષ્મીનું પ્રતિક છે, સંસ્‍કળતિનું પ્રતીક છે

  • આપણા નેતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી છે તેમના નેતાનો કોઈ પત્તો નથીઃ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25
સામેવાળાના નિશાનની પૃષ્‍ઠભૂમિ ગરીબોને તેમના પગ નીચે કચડી નાંખવાની છે. લોકોને મારવા માટેની, મારપીટ કરવી, લોકો પાસેથી વસૂલી કરવી, પરંતુ લોકો ડરના માર્યા કંઈ બોલતા નહીં હતા. તેથી જ આ ચૂંટણી મહત્‍વપૂર્ણ છે. આ ચૂંટણી શ્રી મહેશભાઈ ગાવિતની નથી પરંતુ આ ચૂંટણી સુશાસન ઈચ્‍છતા લોકોની ચૂંટણી છે. એવા નાગરિકોની ચૂંટણી છે જે સુરક્ષા ઈચ્‍છે છે. આ ચૂંટણી મહિલાઓની ચૂંટણી છે જે સન્‍માન ઈચ્‍છે છે. કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ શિવસેનાનું અધિકૃત નિશાન નહીં મળતાં તેમના ઉમેદવાર અને તેમના જૂથે ભૂતકાળમાં સ્‍થાપેલા ભયના સામ્રાજ્‍યનો ઉલ્લેખ કર્યો હતો. દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ખાસ આયોજીત મહિલાકાર્યકર સંમેલનમાં કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ ઉપરોક્‍ત મંતવ્‍યો જણાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં કેન્‍દ્રના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજ્‍યમંત્રી ડો. ભારતી પવાર, ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને દાનહ અને દમણ-દીવના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિત, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ નગર પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, વરિષ્‍ઠ નેતા શ્રી ફતેહસિંહ ચૌહાણ વગેરે અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ શિવસેનાનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, ‘કમળનું ફૂલ ભાજપનું પ્રતિક છે, તે વ્‍યક્‍તિનું નથી. કમળનું ફૂલ સમૃદ્ધિનું પ્રતિક છે. તે લક્ષ્મીનું પ્રતિક છે. સંસ્‍કળતિનું પ્રતીક છે. સામેવાળાની નિશાનની પૃષ્ઠભૂમિ શું છે? એવો સવાલ ઈરાનીએ કર્યો હતો. તેની નિશાની નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલી છે. આપણા નેતા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી છે. તેમના નેતાનો કોઈ પત્તો નથી.
કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજ્‍યમંત્રી ડો. ભારતી પવારે આહ્‌વાન કરતા જણાવ્‍યું હતું કે, એવો નેતા પસંદ કરો જે દેશ માટેકંઈક કરે અને પોતાનું ઘર ન ભરે. આપણા માટે કામ કરનારાઓને જ મત આપો. ગમે તે થાય, પરંતુ આપણે શ્રી મહેશભાઈ ગાવિતને જિતાડવાના છે. તેમણે જણાવ્‍યું હતું કે, તેઓ પોતે પણ એક આદિવાસી સમુદાયમાંથી આવે છે, પરંતુ પ્રધાનમંત્રીએ મંત્રી બનાવી તેમને લોકોની સેવા કરવાની તક આપી છે.
આ પ્રસંગે સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. સ્‍વાગત વક્‍તવ્‍ય પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલ કાટેલાએ કર્યું હતું.
આ અવસરે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ સિમ્‍પલબેન કાટેલા, ઉપાધ્‍યક્ષ કપિલા પાંચાલ, સેલવાસ જિલ્લા પ્રમુખ સુનંદા કચવે, ખાનવેલ જિલ્લા પ્રમુખ શાંતિ કુરકુટિયા, સેલવાસ શહેર પ્રમુખ હેમલતા ચૌહાણ વગેરે પ્રમુખોએ સભાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું.
……
તેમને જઈને પૂછો કે તમે લોકોએ શું કર્યું?
શ્રીમતી સ્‍મળતિ ઈરાનીએ સભામાં ઉપસ્‍થિત સેંકડો મહિલાઓને અપીલ કરતા જણાવ્‍યું હતું કે, અપણા નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કોરોના રોગચાળાના સંકટમાં દેશના 80 કરોડ નાગરિકોને 14 મહિના ઘરે ઘરે જઈ અનાજ આપ્‍યું હતું. સો કરોડ લોકોને મફત રસીકરણ કરાવ્‍યું. રર કરોડ મહિલાના બેંક એકાઉન્‍ટમાં સીધા 30 હજાર કરોડરૂપિયા પહોંચાડયા, ઉજવ્‍વલા ગેસ કરોડો મહિલાઓની ઘરે પહોચ્‍યા. શૌચાલય બનાવી મહિલાઓના સન્‍માનની રક્ષા કરી. ભાજપના વિરોધ કરનારાઓ જઈને તેમને પૂછો કે તેમણે શું કર્યુ ?

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

vartmanpravah

Leave a Comment