March 27, 2023
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

  • નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે શનિવારે આયોજીત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્‍ય-પાવરક્‍2047′ અંતર્ગત દેશવ્‍યાપી કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે ઊર્જા ક્ષેત્રે કરેલી ક્રાંતિની બતાવેલી ઝાંખી

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પ્રદેશના ઊર્જા વિભાગે મેળવેલી સિદ્ધિનો પણ કરાયેલો જયઘોષઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સાથે પણ લીંકથી કરાયેલું જોડાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ગતિશીલ નેતૃત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ પ્રદેશના વિદ્યુત વિભાગ દ્વારા સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે શનિવારે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્‍ય-પાવરક્‍2047′ અંતર્ગત દેશવ્‍યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યક્રમનું સીધું પ્રસારણ પણ નિહાળવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના સંદેશને અભિવ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, છેલ્લા 6 વર્ષોમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીઅને દમણ-દીવના વિદ્યુત વિભાગે ખૂબ જ પ્રગતિ કરી છે. તેમણે પ્રદેશના તમામ નાગરીકોના ઊર્જા સહિત શિક્ષણ, આરોગ્‍ય, માળખાગત સુવિધા જેવી પાયાની સુવિધા માટે સંઘપ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધ હોવાની જાહેરાત કરી હતી.
પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન પ્રદેશના લોકો માટે અનેક તકો ઉપલબ્‍ધ કરાવવા માટે પ્રયાસરત છે. તેમણે જણાવ્‍યું હતું કે, 2010માં ઉદ્યોગો દ્વારા પાવર પ્‍લાન્‍ટ વધારવા માટે માંગ કરવામાં આવી હતી પરંતુ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં તેનું નિરાકરણ થઈ ચૂક્‍યું છે. હાલના સમયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ગુણવત્તાસૂચક આંક 99% છે. દેશમાં સૌથી ઓછા ટેરિફમાં વીજળી આપવામાં પણ આપણો પ્રદેશ પ્રથમ છે. આપણા પ્રદેશમાં ડોમેસ્‍ટિકની સાથે સાથે ઉદ્યોગોને પણ વીજળી બહુ જ ઓછા દરે ઉપલબ્‍ધ કરવામાં આવે છે. તેમણે જણાવ્‍યું હતું કે, પહેલાંની સરખામણીમાં હાલમાં વીજળી ટ્રાન્‍સમીશનની ક્ષમતા પણ વધી છે અને સમગ્ર સંઘપ્રદેશના ત્રણેય હેડ ક્‍વાટર્સમાં અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર પ્રદેશમાં અનેક યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગો સ્‍થાપવા માટેસરળતા રહે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકારશ્રી વિકાસ આનંદે જણાવ્‍યું હતું કે, તેઓ ભૂતકાળમાં આ પ્રશાસનમાં કાર્ય કરી ચૂક્‍યા છે. પરંતુ હાલમાં જે પ્રમાણે વિકાસની રફતાર તેજ બનેલી છે અને પ્રજાભિમુખ પ્રશાસનની શરૂ થયેલી નવી વ્‍યવસ્‍થાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ બદલાઈ રહ્યું હોવાનો તેમણે અહેસાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
પ્રારંભમાં દમણ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવે શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે દમણ અને દાદરા નગર હવેલીની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત કાર્યક્રમને પણ લિંકથી જોડવામાં આવ્‍યો હતો. જેના કારણે પ્રધાનમંત્રીશ્રી, ઊર્જા મંત્રી સહિતના વિવિધ સ્‍થળોએ આયોજીત કાર્યક્રમને પણ જે તે સ્‍થળથી નિહાળાતો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, પૂર્વ સાંસદ શ્રી સીતારામ ગવળી, શ્રી દેવજીભાઈ ટંડેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, કાઉન્‍સિલરો, સરપંચો, સરકારી અધિકારીઓ વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને આયોજન વિદ્યુત વિભાગદ્વારા ખૂબ જ ઉત્‍કૃષ્‍ટ રીતે કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

vartmanpravah

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

Leave a Comment