Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્‍યા

દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલની કરેલી હત્‍યાથી સમગ્ર માછી સમાજ સ્‍તબ્‍ધઃ દમણના 500 કરતા વધુ વર્ષના ઈતિહાસમાં સંભવતઃ પહેલી વખત બનેલી શરમજનક ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : નાની દમણની માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે મિલકતના ઝઘડામાં પોતાના સગા મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખવાની ઘટના બનતાં શાંતિપ્રિય માછી સમાજ સ્‍તબ્‍ધ બની ગયો છે. મૃતક વીક્કી ટંડેલે પોતાના ટેકેદાર યુવાનો સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપની કંઠી બાંધી હતી અને ખુબ જ ખંતથી ભાજપનું કામ પણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ માછી સમાજના 500 કરતા વધુ વર્ષના ઇતિહાસમાં નહીં બની હોય એવી ઘટના ગઈકાલ તા.09મી મેની મધ્‍યરાત્રિના 11:00 થી 12:00 વાગ્‍યાના સુમારે દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર અશોક હરિભાઈ ટંડેલ ઉર્ફે અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલને ગરદનના પાછળના ભાગે કોયતાથી ઘા કરી રહેંસી નાંખતા ઘટના સ્‍થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.પોલીસ રિપોર્ટ પ્રમાણે તા.10મી મેના રાત્રિના 12:05 વાગ્‍યે માહિતી મળી હતી બોરાજીવા શેરી નાની દમણ ખાતે રહેતા વીક્કી હરિ ટંડેલ (ઉ.વ.38)ને સરકારી મોટી દમણ હોસ્‍પિટલ ખાતે ધારદાર હથિયારથી પ્રાણઘાતક ઈજાઓ સાથે લાવવામાં આવ્‍યા છે અને ફરજ ઉપરના ડોક્‍ટરોએ મૃત જાહેર કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દમણ પોલીસે સીસીટીવી સહિત પોતાની તેજ કરેલી તપાસમાં હત્‍યારા તરીકે પોતાના મોટાભાઈ અશોક હરિ ટંડેલ ઉર્ફે અશોક કાશીની ઓળખ થતાં તેની ધરપકડ કરી આજે અદાલતમાં રજૂ કરતા સોમવાર સુધી પોલીસ કસ્‍ટડી આપવામાં આવી છે.
દમણ પોલીસ સમગ્ર ઘટનાની આઈ.પી.સી.ની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

Related posts

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

Leave a Comment