(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના ડોકમરડી બ્રિજ નજીક યુવાન નોકરી પરથી છૂટી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર ગંભીર ઈજા પહોંચી હતી, જેનું સારવાર મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર મિતેષ પટેલ (ઉ.વ.22) રહેવાસી ડોકમરડી જે રાત્રે નોકરી પરથી છૂટી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે ડોકમરડી બ્રિજ નજીક ઈલેક્ટ્રીક બસ ચાર્જિંગ સ્ટેશન પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઈહતી. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જેનું સારવાર દરમ્યાન મોત થયું છે.
આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.