-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને સંબોધિત કરતા તેમને તેમની આંતરિક શક્તિને ઓળખવા અને તેને જાગૃત કરવા કરેલું આહ્વાન
-
રાષ્ટ્રીય યુવા દિવસના ઉલક્ષમાં નવી દિલ્હીમાં ચાલી રહેલા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવાઓ કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
-
દેશના દરેક જિલ્લામાં ‘નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન’ અને ‘માય ભારત’ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના અભિભાષણનું કરાયેલું લાઈવ પ્રસારણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડ મોટી દમણમાં બ્લોક સ્તરીય રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય યુવા દિવસના ઉલક્ષમાં નવી દિલ્હીમાં ચાલી રહેલા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ મહોત્સવમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને સંબોધિત કરતા તેમને તેમની આંતરિક શક્તિને ઓળખવા અને તેને જાગૃત કરવા જણાવ્યું હતું. દેશના દરેક જિલ્લામાં નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન અનેમાય ભારત દ્વારા પ્રધાનમંત્રીશ્રીના આ અભિભાષણનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
નેહરૂ યુવા કેન્દ્ર, દમણના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રમત-ગમત સ્પર્ધા દરમિયાન 125થી વધુ યુવાઓએ ખો-ખો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ એથ્લેટિક્સ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિરીક્ષક તરીકે શ્રી અર્જુન ઉદેશી, શ્રી પાર્થ પારડી અને શ્રી આશીમ દેયએ સેવા આપી હતી.
સ્પર્ધામાં તમામ વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં નેહરૂ યુવા કેન્દ્ર, દમણની રાષ્ટ્રીય યુવા સ્વયંક સેવક નિકિતા ઉદેશીની મહત્ત્વની ભૂમિકા રહી હતી.