(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના પીપરીયા ઓવરબ્રિજ નીચે ટ્રક ચાલકે વાપી તરફ જઈ રહેલ સ્કૂટી ઉપર સવાર યુવતીને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશાની શિરીષ પ્રજાપતિ (ઉ.વ.24) રહેવાસી પ્રજાપતિ કોમ્પ્લેક્સ, આમલી સેલવાસ. જે સવારે 9:30 વાગ્યે એના ઘરેથી સ્કૂટી લઈ નોકરી પર જવા વાપી તરફ જવા પીપરીયા ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી તે સમયે પાછળથી આવતી ટ્રકે ઇશાનીની મોપેડને જોરદાર ટક્કર મારતા યુવતી મોપેડ સાથે જમીન પર પટકાઈ હતી જેના કારણે એના માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંએને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવી હતી યુવતીનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ અકસ્માત કરનાર ટ્રકને કબ્જે લઈ અને ડ્રાઈવરની ધરપકડ કરી ફરિયાદ નોંધી વધુ તપાસ ઈન્ચાર્જ ઓફિસર પ્રકાશ માહ્યાવંશી કરી રહ્યા છે.
