Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

વિવિધ સ્‍પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અતિથિ અને અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત રહેલા કચીગામના સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય દિનેશભાઈ ધોડીના હસ્‍તે મેડલ, ટ્રોફી અને ઈનામ આપની પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : આજે મોટી દમણના કચીગામ ખાતેની હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વાર્ષિક રમતોત્‍સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ પદે ગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી ઉપસ્‍થિત રહ્યા હતા.
શાળાના ઈન્‍ચાર્જપ્રિન્‍સિપાલ શ્રી ઉમેશભાઈ હળપતિના માર્ગદર્શન હેઠળ વ્‍યાયામ શિક્ષક શ્રી મનોજભાઈ પટેલની દેખરેખમાં તમામ શિક્ષક ભાઈ-બહેનોએ વાર્ષિક રમતોત્‍સવને સફળ બનાવ્‍યો હતો. વિવિધ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને ઈનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે દમણ જિલ્લા શિક્ષણ વિભાગના બી.આર.સી. શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સી.આર.સી. શ્રીમતી રોશનીબેન પટેલે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થી ખેલાડીઓનો જુસ્‍સો બુલંદ કર્યો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

Leave a Comment