Vartman Pravah
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

દમણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અનિતા માહ્યાવંશીએ શૈક્ષણિક કીટનું વિતરણ કરી કચરો ઉપાડનારા બાળકોને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા કચરો ઉપાડતા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને બાળકોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
તા.29/12/2021, જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ, સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા આજે કચરો ઉપાડતા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ અને નાયબ સચિવ શ્રી જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમ દમણના વિવિધ મુખ્‍ય ઔદ્યોગિક એકમો દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી (સીએસઆર) અંતર્ગત બાળ સુરક્ષા સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કચરો ઉપાડતા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમઅંગે માહિતી આપતાં દમણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અનિતા માહ્યાવંશીએ જણાવ્‍યું હતું કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ-દમણ બાળ સુરક્ષા ક્ષેત્રે કામ કરે છે. બાળ સુરક્ષા એકમ હંમેશા બાળકોના અધિકારો માટે અને તેમને સંબંધિત ગુનાઓમાંથી છોડાવવા માટે કાર્યરત છે અને કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટે સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમો યોજીને તેમને મદદ કરે છે.
બાળ સુરક્ષા અધિકારી અનિતા માહ્યાવંશીએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત કચરો ઉપાડનારા બાળકોને ખૂબ અભ્‍યાસ કરીને આગળ વધવાનું જણાવ્‍યું હતું અને તેમના વાલીઓ અને તેમના વાલીઓને સંદેશો આપતાં જણાવ્‍યું હતું કે દમણ પ્રશાસન બાળકોના શિક્ષણ માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. જેથી તમારા બાળકોને શાળાએ મોકલો, તમારા કામ માટે બાળકોના ભવિષ્‍ય સાથે રમત નહી રમવાનું જણાવી બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિની ટીમ હાજર રહી હતી.

Related posts

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment