October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓએ રાતભર કોલેજ પ્રાંગણમાં ધરણાં કરી વિરોધ ચાલુ રાખ્‍યો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી તા.09
ધરમપુર બિલપુડી ગામે આવેલ વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમની પડતર માંગણીઓ માટે ગાંધીચિંધ્‍યા રાહે છેલ્લા 36 કલાકથી મામલતદાર કચેરી પ્રાંગણમાં ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે.
બિલપુડીની વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઘણાં લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે કે શાળા ઈમારતનું મકાન અત્‍યંત જર્જરિત અવસ્‍થામાં છે. જેમાં જીવના જોખમે અભ્‍યાસ કરવો પડી રહ્યો છે. સંચાલક મંડળના બહેરા કાને વિદ્યાર્થીઓની માંગણીઓ નહીં સંભળાતા આખરે વિદ્યાર્થીઓએ ગાંધીચિંધ્‍યા રાહે આંદોલનનો રસ્‍તો અખત્‍યાર કરી લીધો છે. ગઈકાલે મૌન રેલી યોજી હતી. ત્‍યારબાદ તમામ વિદ્યાર્થીઓ ધરમપુર મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણાં-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ આંદોલનને 36 કલાકનો સમય વિતી ગયો છે. રાત્રિ દરમિયાન પણ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં પણ રાતભર તેમના ધરણાં ચાલુ જ રાખ્‍યા હતા. જર્જરિત મકાનના નવા બાંધકામમાટે મુખ્‍યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી નહીં થતા છેવટે વિદ્યાર્થીઓએ ગાંધીધિંચ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓની અડીખમ માંગણી છે કે કોલેજ મંડળને દૂર કરવામાં આવે અને જર્જરિત મકાનની સમસ્‍યાનો વહેલામાં વહલો હલ કાઢવામાં આવે. આ ટાણે ચોમેરની વિદ્યાર્થી આંદોલનને ટેકો મળી રહ્યો છે. જેમાં રાજકીય નેતાઓ તથા વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓને એલ.સી. આપવાની પણ ધમકીઓ મળી રહી છે તેવું વિદ્યાર્થીઓ જણાવે છે. વિદ્યાર્થીઓનું મૌન આંદોલન આજે પણ યથાવત ચાલુ રહ્યું હતું.

Related posts

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ

vartmanpravah

Leave a Comment