Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.03
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ પ્રમાણે કોરોના મળતક પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ, ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા ભીખુભાઇ, કોંગ્રેસ અગ્રણી શ્રી નરેશ વલસાડીયા, શ્રી એ.ડી.પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી જયંતીભાઈ, સરપંચો સહિતનાની ઉપસ્‍થિતિમાં ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું. જેમાં જણાવ્‍યું છે કે હાલના કટોકટી ભર્યા સમયમાં કોવિડ-19 મહામારી સરકારે ગુનાહિત બેદરકારી અને અણધડ વહીવટ દ્વારા હોસ્‍પિટલમાંબેડ, દવાઓ, ઇન્‍જેક્‍શન, ઓક્‍સિજન, વેન્‍ટિલેટરના અભાવે ગુજરાતના ત્રણ લાખ કરતાથી વધુ લોકોના મળત્‍યુ થયા હતા.
ખાનગી હોસ્‍પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી સામાન્‍ય અને મધ્‍યમ પરિવારના લોકોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્‍યો. પશુ અને મનુષ્‍ય માટે 50,000/- વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસવેદન શીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે.
સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મળતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિધ્‍ધ કરતી નથી. કોરોના મહામારીમાં મળત્‍યુ પામેલા પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ થવાના હેતુથી ન્‍યાયયાત્રા યોજવામાં આવી રહી છે.
કોંગ્રેસ દ્વારા કોવિડ-19થી અવસાન પામેલ દરેક મળતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવિડગ્રસ્‍ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્‍ફળતાની ન્‍યાયિક તપાસ, કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્‍તોને મદદરૂપ થવાનો ન્‍યાયયાત્રાનો મુખ્‍ય હેતુ હોવાનું જણાવાયું છે.
ડિઝાસ્‍ટરમેનેજમેન્‍ટ એક્‍ટ અંતગર્ટ કુદરતી આપદા સમયે રાહત / સહાયના ચાર લાખ રૂપિયા ચૂકવવા પૈસા નથી. પરંતુ બુલેટ ટ્રેન / સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજેકટ ઉધોગપતિઓના દેવા માફી, એરોપ્‍લેન-હેલિકોપટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. કોંગ્રેસની ન્‍યાયયાત્રામાં તાલુકાભરના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

તા.30મીએ નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેટ ચેન્‍જ એન્‍ડ હ્યુમન હેલ્‍થની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment