January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

ગુંજન હોટલ પેપીલોન સામે ભરચક વિસ્‍તારમાં બનેલી ઘટનાથી અનેક પ્રશ્નાર્થ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન જેવા 24 કલાક ધબધબતા વિસ્‍તારમાં ગતરાત્રે એક કોમર્શિયલ બિલ્‍ડિંગમાં ભોંયતળીયે આવેલ પાંચ દુકાનોના શટર તૂટયા હતા. અન્‍ય ચાર દુકાનમાંથી કંઈ રોકડ કે કિંમતી સામાન ચોરાયો નહોતો પણ એક બેગની દુકાનમાંથી 48 ટ્રોલી બેગ ચોરાઈ હોવાનું વિગતો બહાર આવી છે.
વાપી ગુંજન પેપીલોન હોટલ સામે આવેલ સાંઈ મેજીસ્‍ટીક નામની ઈમારત ગતરોજ તસ્‍કરોએ ટારગેટ કરી હતી. ઈમારતની જુદી જુદી પાંચ દુકાનોના શટર તોડયા હતા. જે પૈકી ચાર દુકાનો એડવોકેટ ઓફીસ જેવી દુકાનોમાં કોઈ રોકડ કે કિંમતી સામાન તસ્‍કરોને મળ્‍યો નહોતો. પાંચ પૈકી એક બેગની દુકાનમાંથી 48 નંગ ટ્રોલી બેગ તસ્‍કરો ચોરી ગયા હતા. ગુંજન જેવો ભરચક 24 કલાક ધમધમતા વિસ્‍તારમાં તસ્‍કરો ચોરી કરી ગયા. ઘટના અનેક પ્રશ્નો સર્જે છે. 48 બેગ તસ્‍કરો લઈ કેવી રીતે ગયા કોઈ વાહનમાં ભરી લઈ ગયા હશે ત્‍યાં સુધી કોઈને જાણ સુધ્‍ધા પણ ન થઈ એ પણ અચરજ ગણાય. ચોરીની આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment