January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

નરોલી પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03
સોમવાર તા.3જીજાન્‍યુઆરીના રોજ દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના ટાઉનહોલ ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત સરપંચની અધ્‍યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર અને ગ્રામ પંચાયતના વિકાસ યોજના જન યોજના અભિયાન સંદર્ભે સરપંચની અધ્‍યક્ષતામાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નરોલી ગ્રામ પંચાયતના વિકાસના સંદર્ભે વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગ્રામ સભામાં ઉપસ્‍થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી, સાથે નાણાંકીય વર્ષ 2021-22નો એક્‍શન પ્‍લાન બનાવવા માટે લેવામાં આવનાર કામોની યોજનાઓ અંગે ગ્રામસભામાં ઠરાવની મંજુરી મેળવી હતી. આ અવસરે સરપંચ ધર્મેશ પટેલ, પ્રભારી યોગેશસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સભ્‍ય, નરોલી ગ્રામ પંચાયતના સભ્‍યો, સરકારી અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

Leave a Comment