December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી ગોર બંજારા સમાજ દ્વારા પીપરીયા નજીક એક યુવાનને પોલીસ દ્વારા બેરહમીથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા અને યુવાનને સ્‍થળ પર જ મુકી જતા બેહોશ અવસ્‍થામા મૂકી જતા દાનહ પોલીસ અધિક્ષકશ્રીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્‍યા અનુસાર શ્રી દિનેશ વિજય રાઠોડની માનસિકસ્‍થિતિ ઠીક નથી. જેના કારણે એણે દારૂ પીધો હતો અને ઘરેથી બહાર નીકળી ગયો હતો. બુધવારના રોજ રાત્રે આઠથી નવ વાગ્‍યાના સુમારે પીપરીયા સેન્‍ટર પોઇન્‍ટની બાજુમા પોલીસ દ્વારા બુરી રીતે પીટાઈ કરવામા આવી હતી અને પોલીસે એને બેહોશીની હાલતમા જ છોડી ચાલી ગયી હતી. જે એક અમાનવીય વ્‍યવહાર છે,ત્‍યારબાદ કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિનો ફોન આવ્‍યો કે શ્રી દિનેશ રાઠોડ બેહોશીની હાલતમાં રસ્‍તા પર પડેલ છે. બાદમા કોઈક વ્‍યક્‍તિ દ્વારા મોબાઈલ પર વિડીયો મોકલવામા આવ્‍યો હતો ત્‍યારે અમે લોકો જઈને દિનેશને બેહોશીની હાલતમા ઉઠાવી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જઈ દાખલ કર્યો હતો અને એને પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ રજા આપવામા આવેલ છે.
હાલમાં તે ઘરે આરામ કરી રહ્યો છે.ઉપરોક્‍ત તથ્‍યોને ધ્‍યાનમા રાખી હ્યુમન રાઈટના નિયમ અનુસાર સખ્‍તમા સખ્‍ત દોષી પોલીસવાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવે એવી અમારા સમાજ દ્વારા અપીલ કરીએ છીએ જેથી સમાજમા એક સારો સંદેશ જશે અને અમને ન્‍યાય મળે.

Related posts

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

Leave a Comment