October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

સ્‍થાનિક કાઉન્‍સીલરને ફરિયાદ કરાઈ હતી છતાં 6-7 મહિનાથી કુટણખાનું ચાલતું હતું : 3 લલના ઝડપાઈ

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી ગીતાનગર વિસ્‍તારમાં લાંબા સમયથી ચાલી રહેલ કુટણ ખાનાને જનતાએ રેડ કરી ગોરખ ધંધાનો પર્દાફાસ કર્યો હતો. હોબાળા બાદ પોલીસ આવી પહોંચી હતી. ત્રણ લલના અને એક પુરુષને પોલીસ સ્‍ટેશને લઈ જવાયા હતા.
વાપી ગીતાનગર સ્‍થિત રામધારી ચક્કી પાસે એક ત્રણ માળની ચાલીના ગ્રાઉન્‍ડ ફલોર ત્રણ રૂમોમાં ગેરકાયદે કુટણખાનું લાંબા સમયથી ચાલતું હતું તેથી અગાઉ સ્‍થાનિક કાઉન્‍સીલરને લોકોએ ફરિયાદ પણ કરેલી પરંતુ કોઈ કાર્યવાહી નહી થતા રવિવારે સાંજના સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવી દીધો હતો. કુટણખાનામાં આવતા નશામાં ધૃત ગ્રાહકોની અવરજવરથી સ્‍થાનિકો કંટાળી ગયા હતા. 6-7 મહિનાથી આ કુટણખાનું ચાલું હતું. ઝડપાયેલી મહિલા શરૂઆતમાં કાઉન્‍સીલરને વાત કરો તેવી ધમકી આપતી હતી. કાઉન્‍સીલર બહાર ગામ હતો. ઘટના સ્‍થળેથી ત્રણ મહિલા અને એક ગ્રાહક મળી આવ્‍યા હતા. સ્‍થાનિકોએ માંગ કરી હતી કે આ ગોરખધંધા કાયમી બંધ થવા જોઈએ.

Related posts

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત સંચાલિત ખારીવાડ સરકારી પ્રાથમિક શાળામાં લાગેલી આગ

vartmanpravah

સરકાર દ્વારા સ્‍કૂલવર્ધીવાળા વાહનોને ફરજીયાત ટેક્‍સી પાસિંગના આદેશ વચ્‍ચે ચીખલી તાલુકાની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment