(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.07: વાપી નગરપાલિકા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી, વાપી ઔદ્યોગિક વસાહત ખાતે વિવિધ રૂટો પર સિટી બસ સેવા પૂરી પાડી રહી છે. અમુક રૂટ પર આવી સિટી બસો માટે સ્ટોપેજ છે, જેમાં વીઆઈએ ચાર રસ્તા પરના બસ સ્ટોપેજનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સ્ટોપેજ પર બસ સ્ટેન્ડ ઉપલબ્ધ નહોતું, તેથી વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વીઆઈએ ચાર રસ્તા બસ સ્ટોપેજ પર બસ સ્ટેન્ડ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું અને વીઆઈએને આ ઉમદા હેતુ માટે મહેશ્વરી મહિલા મંડળનો આર્થિક ટેકો મળ્યો જેથી ઉમદા ડિઝાઈન ધરાવતું આધુનિક બસ સ્ટેન્ડ સ્થાપિત કરવામાં આવ્યું. જેનું લોકાર્પણ વીઆઈએના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ અને મહેશ્વરી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મહિમા મહેશ્વરીના વરદ હસ્તે 6 ડિસેમ્બર 2023ના રોજ સવારે 11.00 કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં વીઆઈએના માનદ મંત્રી શ્રી કલ્પેશભાઈ વોરા, ખજાનચી શ્રી રાજુલભાઈ શાહ, વીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઈએ એડવાઈઝરી બોર્ડના સભ્ય શ્રી પ્રકાશભાઈ ભદ્રા,વીઆઈએના કમિટિ સભ્યો શ્રી કૃષ્ણાનંદ હબલે, શ્રી પ્રભાકર બોરોલે, શ્રી કાંતિભાઈ ગોગદાની, શ્રી કુલદીપ પટેલ, શ્રી રાજીવ મુન્દ્રા, શ્રી જોય કોઠારી, શ્રી વિરાજ દક્ષિણી, શ્રી દેવેન્દ્ર પટેલ, શ્રી કળષ્ણકાંત શેઠિયા અને મહેશ્વરી મહિલા મંડળના શ્રીમતી રીમા કાલાણી, શ્રી વિનય મહેશ્વરી, શ્રી જી.બી. લઢ્ઢા, શ્રી રામસ્વરૂપ લઢ્ઢા તેમજ વીઆઈએ, મહેશ્વરી મહિલા મંડળ અને મહેશ્વરી સમાજના અન્ય ઘણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ વીઆઈએ બસ સ્ટોપ ખાસ કરીને ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન બસમાં મુસાફરી કરતા ઉદ્યોગોના કામદારો માટે આશીર્વાદરૂપ બનશે.
