January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

મોટા માથાઓનો બિન્‍દાસ્‍ત મોટો વેપારઃ નાનાઓને થતી પરેશાનીની મચેલી બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણ એક્‍સાઈઝ વિભાગને કડૈયા દરિયા કિનારેથી દારૂ ભરેલ એક ટેમ્‍પો અને એક હોડીને બરામદ કરવા સફળતા મળી છે. ટેમ્‍પોના ડ્રાઈવરને ભાગી જવા સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ એક્‍સાઈઝ વિભાગના ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી મિલનકુમાર પટેલ અને એક્‍સાઈઝ ગાર્ડ શ્રી અમિત રાજભર, શ્રી અંકિત પટેલ, શ્રી મનિષ યાદવ, શ્રી સંજય સોલંકી અને શ્રી રોનિત પટેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે કડૈયા દરિયા કિનારે પહોંચી રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્‍પો બહારની તરફ નિકળી રહ્યો હતો. આ સમયે એક્‍સાઈઝ વિભાગની ગાડીને જોઈડ્રાઈવર ટેમ્‍પો છોડી ભાગી ગયો હતો. ટેમ્‍પોની તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્‍થો મળ્‍યો હતો.
ત્‍યારબાદ એક્‍સાઈઝ વિભાગની ટીમે દરિયામાં એક હોડીને બાંધેલી જોતાં ત્‍યાં નજીક જઈ નિરીક્ષણ કરતાં તેમાં પણ મોટી માત્રામાં દારૂનો જથ્‍થો મળ્‍યો હતો. હોડીમાં બેસેલા તમામ લોકો રાત્રિના અંધકારનો લાભ લઈ જંગલમાં ભાગી જવા સફળ થયા હતા.
એક્‍સાઈઝ વિભાગે ગેરકાયદે દારૂની હેરફેર કરતા ટેમ્‍પો નંબર જીજે-05 બીઝેડ-9470 અને એક હોડીને જપ્ત કરી છે.
દમણ એક્‍સાઈઝ વિભાગે દારૂની ગેરકાયદે થતી હેરાફેરીને રોકવા શરૂ કરેલા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ દરરોજ ટ્રકો ભરીને દારૂનો જથ્‍થો પણ પગ કરી રહ્યો છે જે ઘણું સૂચક છે. મોટા માથાઓ 31મી ડિસેમ્‍બર દરમિયાન મોટો વેપાર કરી રહ્યા છે જ્‍યારે નાનાઓને પરેશાન કરાતા હોવાની બૂમ પણ ઉઠી રહી છે.

Related posts

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment