September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીમાં એકપણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા નથી. પ્રદેશમાં હાલમાં એકપણ કરોનો પોઝિટીવ કેસ નથી. અત્‍યાર સુધીમા 6303 કેસ રીકવર થઇ ચુકયા છે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 263 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 114 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નોંધાયો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબસેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 193 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે.પ્રદેશમાં પ્રથમ ડોઝ 445074 અને બીજો ડોઝ 334630 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 3126 વ્‍યક્‍તિઓને આપવામા આવેલ છે કુલ 782830 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી-સુરત રોટરી ક્‍લબ દ્વારા સહાહનીય કામગીરી : 121 લાભાર્થીઓને નિઃશુલ્‍ક આધુનિક કૃત્રિમ પગ અર્પણ કર્યા

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

Leave a Comment