મંડળના પ્રમુખ કિશોરભાઈ દમણિયાએ શિક્ષણ અને સંગઠન ઉપર આપેલું જોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16
ભામટી પ્રગતિ મંડળ દ્વારા 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ પોતાની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી.
ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયાએ પોતાના વક્તવ્યમાં શિક્ષણને જોર આપતા જણાવ્યું હતું કે, ભામટી પ્રગતિ મંડળે શિક્ષણમાં મેળવેલી સિદ્ધીના કારણે જ સમાજમાં પોતાનું એક સ્થાન અંકે કર્યું છે. તેમણે શિક્ષણની સાથે ભામટીની એકતાની પણ પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.