August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

  • પાપડની ગુણવત્તા જાળવવા જી.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલે કરેલી ટકોર

  • દમણવાડા વિભાગના જિ.પં.ના સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે પ્રવાસીઓ માટે પણ પાપડની ખરીદી એક સંભારણું બને એવી ક્‍વોલીટી જાળવવા કરેલી હાંકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન (એનઆરએલએમ) દ્વારા આજે નાની દમણ કડૈયાના હનુમાન મંદિર ખાતે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ માટે પાપડ બનાવવાની બે દિવસની તાલીમના કાર્યક્રમનો આરંભ કરાવાયો હતો. આ તાલીમ રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટિટયૂટ, સેલવાસની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને પાપડ બનાવવાની તાલીમનો લાભ લઈસ્‍થાનિક માર્કેટમાં તેનું વેચાણ થઈ શકે તે પ્રકારની ગુણવત્તા જાળવવા પણ તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સીધી દોરવણીથી આપણા વિસ્‍તારની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા માટે અભિયાન શરૂ કરાયું છે. જેનો લાભ લેવા તેમણે પ્રેરિત કર્યા હતા.
દમણવાડા ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે જણાવ્‍યું હતું કે, સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને તાલીમ આપવાનો પ્રારંભ દમણવાડાથી થયો હતો અને આજે દમણવાડાની બહેનો દમણની સુપ્રસિદ્ધ હોટલ મીરામાર,મીરાસોલ તથા ફર્ન-ટેન્‍ટ રિસોર્ટ ખાતે પણ પોતાના પાપડના ઉત્‍પાદનનું વેચાણ કરી રહ્યા છે. સારી ગુણવત્તા, સ્‍વચ્‍છતા અને સમય ઉપર ડિલીવરી આપવામાં આવશે, તો પ્રદેશની હોટલોમાં જ પાપડની માંગ પૂર્ણ થઈ શકશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રવાસીઓ માટે પણ પાપડની ખરીદી એક સંભારણું બની શકે એવો આશાવાદ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, એનઆરએલએમના ડિસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

Leave a Comment