July 17, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

ચંદાબેન નામની ભાડુઆત પાસેથી મનોજભાઈએ આ દુકાન 2014 માં ખરીદી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
પારડી તાલુકાના ડુંગરી સુથારવાડ ખાતે રહેતા મનોજભાઈ ઇચ્‍છુંભાઈ પટેલે 2014માં રેટલાવ રેલવે સ્‍ટેશન રોડ ખાતે આવેલ દુકાન ચંદાબેન બાબુભાઈ મૈંસુરીયા પાસે ખરીદી હતી પરંતુ 1. યશવંતભાઈ દાજીભાઈ પટેલ તથા વિશાલ યશવંતભાઈ પટેલ વારંવાર દુકાને આવી આ જગ્‍યાના માલિક હોવાનું જણાવી દુકાન ખાલી કરવા કહી ઝઘડો કરતા.
તા. 06.12.2021ના રોજ સવારે ફરી આ બન્ને દુકાન ખાલી કરવાનું કહેતા બન્ને વચ્‍ચે ઝઘડો થતા બન્નેએ પોલીસને બોલાવતા પોલીસ આ ત્રણેયને પોલીસ સ્‍ટેશન લાવી હતી.
બીજીબાજુ મનોજભાઈની પત્‍ની ગુણીકાબેને ફોન કરી 1. ધુમિલ યશવંત અને 2. અશોક દાજીએ દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી દુકાન તોડી નાંખી હોવાની જાણમનોજભાઈને કરી હતી. કોઈપણ જાતની સરકારી કે કોર્ટની પરવાનગી વિના દુકાન તોડી પાડી નુકસાન કરતા આ બન્ને ઈસમની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા છે.

Related posts

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment