Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડનાં ઉંટડી ગામે મહિલાઓ સંચાલિત સેનેટરી પેડ ઉત્‍પાદન કેન્‍દ્રનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય અને રોજગારીની ચિંતા કરતા ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઉંટડી ગામે સેનેટરી પેડ બનાવવાના યુનિટનું ઉદ્‌ઘાટન દિલ્‍હીથી આવેલાં પીએનબી હાઉસીંગ ફાઈનાન્‍સ સીએસઆર મેનેજર અર્પિતા સામલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ કેન્‍દ્રની વિશેષતા એ છે કે અહીં મહિલાઓ માટે મહિલાઓ દ્વારા પેડનું ઉત્‍પાદન કરવામાં આવે છે.
આજે પણ આપણાં દેશમાં મોટાભાગના ગ્રામીણ વિસ્‍તારોમાં માસિકસ્રાવ સાથે રૂઢિચુસ્‍ત માન્‍યતાઓ જોડાયેલી છે. મહિલાઓને તેમનો સંકોચ દૂર કરવા અને તેમને સ્‍વસ્‍થ રાખવા માટે ઊંટડી ગામમાં શાંતાબેન વિદ્યાભવનમાં ‘‘આસાની” સેનેટરી નેપકિન બનાવવાનું બીજું યુનિટ શરૂ કરાયું છે. દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ છેલ્લા સાત વર્ષથી આસાની કાર્યક્રમ ચલાવે છે. અને 3000 થી વધુ બહેનો માટે રોજગારની તક ઉપલબ્‍ધ કરી છે.સંસ્‍થાએ અત્‍યાર સુધી 50,00,000 સેનેટરી પેડનું ઉત્‍પાદન કર્યું છે. તથા 50,000 થી વધુ બહેનોને માસિકધર્મ વિશે જાગૃત કરી છે. આ નવા ઉત્‍પાદન કેન્‍દ્રની શરૂઆત ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્‍સ લીમીટેડ દ્વારા સંચાલિત પહેલ ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવી છે. આ નવા મશીનમાં દરરોજ 6000 જેટલા પેડનું ઉત્‍પાદન થાય છે. નવા પ્રોડક્‍શન યુનિટમાં હાલમાં 10 મહિલાઓને રોજગારી આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે અગાઉથી અન્‍ય 10 મહિલાઓ રોજગારી મેળવી રહી છે. વિતરણ માટે પસંદ કરાયેલી મહિલા ‘‘સંગીનીઓ” નહિ નફો નહિ નુકસાનના ધોરણે આપવામાં આવેલાં દરેક પેકેટ ઉપર કમિશન પ્રાપ્ત કરી આવક મેળવશે. આર્થિક મદદ કરવા બદલ ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્‍સ સંચાલિત પહેલ ફાઉન્‍ડેશનનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment