December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના એસ.પી.અમિત શર્માએ ડીપીએલમાં પહોંચી ખેલાડીઓમાં ભરેલો જોશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટી અને કુશળ નેતૃત્‍વમાં ડાભેલમાં બનેલું ઉત્‍કૃષ્‍ટ સ્‍ટેડિયમ : યુવાનો માટે નવા નવા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરો ઉપલબ્‍ધ

પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશ્‍ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષી પટેલે એસપી અમિત શર્માનું કરેલું ઉષ્‍માભરેલું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
દાભેલના નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમમાં રમાઈ રહેલી ડીપીએલમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણના પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ પહોંચીને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. ડીપીએલમાં પધારેલ મુખ્‍ય મહેમાન શ્રી અમિત શર્માનું પ્રદેશ ભાજપ સેક્રેટરી શ્રી જીજ્ઞેશ પટેલ, ઘેલવાડ સરપંચ હિતાક્ષી પટેલ સહિત ડીપીએલના આયોજકો દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ ખેલાડીઓનું અભિવાદન કરતાં જણાવ્‍યું હતું કે, વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો પાયો નાંખ્‍યો હતો, જેના કારણે સમગ્ર દેશના યુવાનોને નવી દિશા મળી છે.યુવાનોમાં ઉર્જાનો સંચાર થયો છે, યુવાનો આગળ વધી રહ્યા છે. પીએમ શ્રી મોદીના વિચારો સાકાર થઈ રહ્યા છે. તેમના માર્ગદર્શનને કારણે યુવાનોને તમામ તકો મળી રહી છે. યુવાનોને પ્રોત્‍સાહિત કરતાં પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, તમારું વધુ સારું પ્રદર્શન આવનારા દિવસોમાં ખેલાડીઓને પ્રેરણા આપશે. પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ થ્રીડીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની બહુપક્ષીય વિચારસરણી અને કાર્યક્ષમ નેતળત્‍વને કારણે દમણમાં આટલું સુંદર સ્‍ટેડિયમ છે. આ ગેમ દ્વારા યુવાનોને આગળ વધવા માટે નવી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહી છે. તેમણે યુવાનોને રમતગમતના સાધનોનો યોગ્‍ય લાભ લેવા અને આગળ વધવા જણાવ્‍યું હતું. પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, જે ખેલાડીઓ મેચ જુએ છે, જીતે છે અને હારે છે, તે દરેકની અંદર ઉર્જા ભરી દે છે અને જ્‍યારે તેઓ મેદાનની બહાર આવે છે ત્‍યારે તેઓ મેચ જીતીને બહાર નિકળ્‍યા હોવાનો અહેસાસ થાય છે.
ખેલાડીઓને શિખામણ આપતાં પોલીસ અધિક્ષકે જણાવ્‍યું હતું કે, ટૂર્નામેન્‍ટમાં જીત અને હાર થતી રહે છે પરંતુ સારા ખેલાડી સારા નાગરિક તરીકે બહાર આવે છે જે દેશ માટે કંઈક કરવા જઈરહ્યા છે.
અંતમાં, તેમણે તમામ ખેલાડીઓને શુભેચ્‍છા પાઠવી હતી. દમણ પ્રીમિયર લીગ સીઝન-2ના આયોજન અંગે તેમણે જણાવ્‍યું હતું કે, આજે આપણે બધા જે રમત જોવા માટે એકઠા થયા છીએ. તેમાં ઘણી મહેનત અને વિચારો લાગ્‍યા છે. જે બાદ એસપી અમિત શર્માએ યુવાનોને કહ્યું કે જે યુવાનો મુશ્‍કેલ માર્ગ પર ચાલીને તેને સફળતાપૂર્વક પાર કરે છે તે યોદ્ધા હોય છે અને પોતાની હિંમત અને દૃઢ નિヘયથી દેશ માટે રોલ મોડલ બને છે.
આ દરમિયાન, ગળહ મંત્રાલય દ્વારા એસપી શ્રી અમિત શર્માને બહાદુરી પુરસ્‍કારથી સન્‍માનિત કરતી લઘુ ફિલ્‍મ પણ બતાવવામાં આવી હતી. જેમાં એવોર્ડ માટે શ્રી અમિત શર્માના નામની ઘોષણા કરવામાં આવી ત્‍યારે ઉપસ્‍થિત યુવાનોએ તાળીઓના ગડગડાટ સાથે શ્રી અમિત શર્માનું સ્‍વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે ઉપસ્‍થિત સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. શ્રી નવીનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દિલ્‍હીના રમખાણોને અટકાવનાર પોલીસ અધિકારી દમણમાં છે, તે આપણા સૌ માટે ગર્વની વાત છે.
આ પ્રસંગે દાભેલ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી લક્ષ્મણભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ સહિતઆગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

Leave a Comment