October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

હકીમજી માર્કેમટાં બનેલી ઘટના :સીસીટીવી કેમેરામાં કેદ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી બજારમાં આવેલ હકીમજી માર્કેટમાં રાત્રે 10:30 વાગ્‍યાના સુમારે વિચિત્ર અકસ્‍માતની ઘટના ઘટી હતી. માર્કેટના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી બાઈક ઉપર બેઠેલા યુવાનને એક કાર ચાલકે અંધાધુંધ રીવર્સ મારતા બાઈક ઉપર બેઠેલા યુવાનને ઉડાડયો હતો.
વાપી હકીમજી માર્કેટમાં ઘટેલા અકસ્‍માતમાં યુવાન રાત્રે 10:30 વાગ્‍યાના સુમારે બાઈક પાર્ક કરી હતી. બાઈક ઉપર બેઠા બેઠા મોબાઈલ સર્ચ કરી રહ્યો હતે તે દરમિયાન એક કાર ચાલકે અંધાધુંધ કારને રીવર્સ લેતા બાઈક ઉપર બેઠેલા યુવાનને ફંગોળી દીધો હતો. યુવાન સાથે અકસ્‍માત થતાં હાજર સ્‍થાનિકો દોડી આવ્‍યા હતા. જો કે યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી તેથી લોકોએ સારવાર માટે ખસેડયો હતો. ગંભીર અકસ્‍માતમાં યુવાન બાલ બાલ બચ્‍યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

Related posts

દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર : સ્‍થાનિકો અને પ્રવાસીઓ ત્રાહિમામ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

3 હજારથી વધુ હિન્‍દુઓની ઉપસ્‍થિતિમાં ‘સકલ હિન્‍દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્‍દુ આક્રોશ રેલી યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

Leave a Comment