July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં અગામી ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 તા.1 ડિસેમ્‍બરે યોજાનાર છે. જે અન્‍વયે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વાપીના સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાના નેતૃત્‍વ હેઠળ વાપી શહેર, ડુંગરા પો. સ્‍ટે., જી.આઈ.ડી.સી. પોસ્‍ટ વિસ્‍તારમાં જિલ્લા પોલીસ તથા અર્ધ લશ્‍કરી દળોના અધિકારીઓ તથા જવાનો દ્વારા ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ તથા એરિયા કોમ્‍બિંગ કરવામાં આવ્‍યાં હતું.
ફલેગ માર્ચમાં ગુજરાત પોલીસ સીઆઈએફ સ્‍ક્‍વોર્ડના જવાનોનો મોટો કાફલો મુખ્‍ય માર્ગો પર પોલીસના 20 જેટલા વાહનોમાં વાપી તાલુકા, શહેર અને વાપી ઉદ્યોગ નગર વિસ્‍તારના રસ્‍તાઉપર નીકળ્‍યો હતો. આ ફલેગ માર્ચમાં વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવે, એસઓજી પીઆઈ વિજયભાઈ બારડ, અને અન્‍ય વિભાગના પીઆઈ તેમજ વાપી ટાઉનના પીઆઇ બી.જે. સરવૈયા, વાપી ઉદ્યોગ નગર પી.આઈ વી.જી.ભરવાડ અને ડુંગરા પોલીસ મથકના પી.આઈ સી.બી.ચૌધરી તથા 12 પીએસઆઈ, 150 સીઆઈ એસએફના જવાનો તેમજ વાપી વિભાગના પોલીસ કર્મચારીઓએ 20 જેટલા વાહનોમાં ફલેગ માર્ચ કરી હતી. આ ફલેગ માર્ચ વાપી ગાંધી સર્કલ પાસે આવેલ સર્કિટ હાઉસથી નિકળી કોપરલી ચાર રસ્‍તા, ગુંજન, અંબા માતા મંદિર થઈ છીરી, રાતા અને વાપી 9 ઉદ્યોગનગર વિસ્‍તારમાં નિકળી હતી.
કોમ્‍બિંગમાં જવાનો દ્વારા 126 રૂમોની અને 33 ચાલીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ 2500 વ્‍યક્‍તિઓને સ્‍થળ દંડ, 22 બી-રોલ, 3 એમસીઆર, 1 પ્રોહીબિશન અને 207 મુજબ 9 વ્‍યક્‍તિઓ સામે કાર્યવાહીની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

Leave a Comment