Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: રોટરી ક્‍લબ ઓફ વલસાડ રેન્‍જર્સ, તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ, જે.સી.આઈ. વલસાડના સંયુક્‍ત ઉપક્રમે વલસાડમાં ભારત અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓને આમંત્રણ આપી તેમાં પ્રવેશમેળવવા માટે વિદ્યાર્થીઓને એક જ જગ્‍યા પર માહિતી મળી રહે તે હેતુથી કેરિયર ફેર યોજાશે.
દરેક માતા પિતાને પોતાના બાળકોના ભવિષ્‍ય ઘડતર માટે અલગ અલગ જગ્‍યા પર જવું ના પડે તે હેતુથી વલસાડની જાગૃત સામાજિક સંસ્‍થાઓ દ્વારા આ કેરિયર ફેરનું આયોજન કર્યું છે. જેમાં રાષ્‍ટ્રીય રક્ષા યુનિ, નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિ, પંડિત દીનદયાળ એનર્જી યુનિ., પારુલ યુનિ., પી. પી. સવાણી યુનિ., આત્‍મીય યુનિ., એમ.આઈ.ટી. વર્લ્‍ડ પીસ યુનિ., રજ્જૂ શ્રોફ રોફેલ યુનિ., વિદ્યાદીપ યુનિ., સંદીપ યુનિ., એન. કે. દેસાઈ કોલેજ, રોફેલ નર્સિંગ કોલેજ, કેડ ડિઝાઇન, તથ્‍ય ફાર્મસી કોલેજ, દેવકીબા કોલેજ, મયુરી ઈન્‍ટરનેશનલ ઉપસ્‍થિત રહેશે. તા.27 ના રોજ સવારે 9:30 કલાકે વલસાડનું ગૌરવ એવા પદ્મશ્રી ડો.યઝદી ઈટાલિયાના હસ્‍તે આ ફેર ખુલ્લો મુકવામાં આવશે. આ ફેર આગામી તા.27, 28 એપ્રિલ 2024 ના રોજ સવારે 10 થી સાંજે 6 સુધી વલસાડ સ્‍થિત રીગલ બેંકવેટ હોલ, સાઈ લીલા મોલ, અબ્રામા, વલસાડમાં યોજાશે. આ પ્રસંગે રો. ભાવિન શાહ, અશોકભાઈ પટેલ, જેસી પ્રણવ દેસાઈ દ્વારા જાહેર જનતા અને શિક્ષણ જગતમાં કાર્યરત સૌ કોઈને લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 7567566333 સંપર્ક કરવો.-000-
લોકસભાની ચૂંટણી હેઠળ 179-વલસાડ બેઠક પર 8પ વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યું
40 ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા 165 મતદારોએ પણ ઉત્‍સાહભેર મતદાન કરી પોતાની ફરજ નિભાવી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26
લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 તા.7 મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત 26-વલસાડ (અ.જ.જા.) સંસદીય મત વિસ્‍તારમાં સમાવિષ્ટ 179-વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્‍તારમાં 85 વર્ષથી વધુ વયના તેમજ 40 ટકા થી વધુ બેન્‍ચમાર્ક ડિસેબીલીટી ધરાવતા દિવ્‍યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવા માટે માઈક્રો ઓબ્‍ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ, ઝોનલ અધિકારી તથા વીડિયોગ્રાફર દ્વારા રચાયેલી કુલ 10 ટીમો દ્વારા તા. 26 એપ્રિલ 2024થી પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્‍યાંગ મતદારોનો જૂસ્‍સો જોવા મળ્‍યો હતો. જેમાં 85 વર્ષથી વધુના કુલ 140 કુલ મતદારોમાંથી 136 મતદારોએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જ્‍યારે 40 ટકાથી વધુ બેન્‍ચમાર્ક ડિસેબીલીટી ધરાવતા કુલ 169 દિવ્‍યાંગ મતદારોમાંથી 165 મતદારોએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યુ હતું.
-000-

Related posts

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment