Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવની ત્રણ ટીમ વિજેતા બની ઝહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
વાપી સેન્‍ટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કૂલ ખાતે વાપી તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્‍પર્ધાનુ આયોજન થયું હતું. જેમાં તાલુકાની 12 શાળાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના અન્‍ડર 14 ભાઈઓની ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. અન્‍ડર 14 બહેનોની ટીમ પણ આજ શાળાની બીજા ક્રમે વિજેતા બની હતી. જ્‍યારે અન્‍ડર 17 ભાઈઓની ટીમ શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવની ટીમે બીજો ક્રમ મેળવ્‍યો હતો. આમ એક જ સંસ્‍થાની ત્રણ ટીમ વિજેતા બની હતી. તમામ ખેલાડીઓને તાલીમ પીટી શિક્ષક ધવલ પટેલ તથા પ્રિયંક પટેલે અને શિલ્‍પા સિંહએ આપી હતી. વિજેતા ખેલાડીઓને સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય ડાયરેક્‍ટર શ્રી ડોક્‍ટર શૈલેષ લુહાર, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા આચાર્ય શ્રીમતી મિનલબેન દેસાઈએ અભિનંદન પાઠવ્‍યા હતા અને જિલ્લામાં આવી જ સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપી ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાની શિક્ષિકા શાલિનીબેનમનુભાઈ વશીનો નિવૃત્તિ શુભેચ્‍છા સમારોહ યોજાયો

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment