(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કિલવણી નાકાની આજુબાજુ સાફ-સફાઈ કરવામા આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ, પાલિકા સભ્યો, વિવિધ સંસ્થાઓ અને લાયન્સ ક્લબના સભ્યો તથા બેંક ઓફ બરોડા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાનનું યોગદાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શપથ ગ્રહણ કરાવ્યા હતા.