ઉત્કર્ષ આંબરે અને વિનોદ ચૌધરીના ક્લિનીકમાં 2 હજારનો દવા-ગ્લુકોઝનો જથ્થો ઝડપાયો : સ્થાનિકોએ તબીબોની તરફેણ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24
અંતરીયાળ વિસ્તારોમાં બોગસ તબીબો ક્લિનીક ખોલી તબીબી સેવાનો વેપલો કરી સામાન્ય ભોળી જનતાની જીંદગી સાથે ચેડા કરતા હોવાની પ્રતિતિ કરી ઘટના ધરમપુર વિસ્તારમાં ઘટી છે. હનમંતમાળ અને ખાંડા ગામે પોલીસ અને આરોગ્ય વિભાગે રેડ કરી બે બોગસ તબીબોને ઝડપી પાડયા હતા.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ધરમપુર પોલીસે સંયુક્ત રીતે ધરમપુર વિસ્તારના બોગસ ઊંટવૈદોને ઝડપી લીધા હતા. હનુમંતમાળ ગામે ક્લિનીક ચલાવતા બોગસ ડોક્ટર ઉત્કર્ષ દિગંમ્બર આંબરેને ત્યાં કાર્યવાહીમાં રૂા.6840ની દવા ઈન્જેકશન મળી આવ્યા હતા તેમજ ખાંડા ગામે ચેકીંગ દરમિયાન વિનોદ જયંતિલાલ ચૌધરી નામના બોગસ તબીબ ઝપડાયો હતો. ક્લિનિકમાંથી રૂા.20588ની દવા, ઈન્જેકશન અને ગ્લુકોઝ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. બન્ને બોગસ તબીબો ગુજરાત મેડીકલ એસોસિએશનમાં નોંધાવા અંગેના પુરાવા આપી નહી શકેલ. તેથી પોલીસે 27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને બોગસ તબીબોની અટક કરી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ ઉજાગર થવા પામી હતી કે સ્થાનિક રહીશોતબીબોની તરફેણમાં ઉતર્યા હતા. અમને 24 કલાક સેવા મળે છે. ધરમપુર જવુ પડતું નથી જેવી દલીલો લોકોએ કરી હતી.