April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહ અને રામચંદ્રભાઈ દેસાઈએ ધ સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીના શ્રી હાર્દિક જોશી અને ધારા શેઠ દ્વારા તેઓનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વાપી અને આજુબાજુના વિસ્‍તારમાં સ્‍પોર્ટ્‍સના વિકાસ વિશે અને આવનાર સમયમાં વાપીના રમતવીરો રાષ્‍ટ્રીય અને આંતરાષ્‍ટ્રીય સ્‍તરે કેવી રીતે પહોંચે એ વિશે વિગતે ચર્ચા કરી હતી. સ્‍વિમિંગ, બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, કરાટેની ટ્રેનિંગ માટે વાપી ખાતે આધુનિક સ્‍તરની સુવિધાઓ ઉપલબ્‍ધ છે, અને એનો ઉપયોગ કરી વાપીની શાળાના બાળકો અને યુવાનોને સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રે આગળ વધારવા અને નવી સ્‍પોર્ટ્‍સ પોલિસી હેઠળ ખેલાડીઓને નવી તકો પ્રાપ્ત થાય એ માટે વાપી નગર પાલિકા અને સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી દ્વારા પ્રયત્‍નો કરવામાં આવશે.
વાપી નગર પાલિકા અને દરેક સભ્‍યોના હકારાત્‍મક વલણને લઈને સ્‍પોર્ટ્‍સની સુવિધાઓ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ધ સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી તત્‍પર છે.

Related posts

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

vartmanpravah

Leave a Comment