Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૨૭
ઍક્ઝિબિશન ઇન્ડિયા ગૃપ અને ઇન્ડિયા ટ્રેડ ­મોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા ­ગતિ મેદાન, નવી દીલ્હી ખાતે ત્રણ દિવસીય ૨૯મો ક્ન્વર્જન્સ ઇન્ડિયા અને ૭મા સ્માર્ટસીટી ઇન્ડિયા ઍક્સ્પોનું આયોજન કરવામા આવ્યું હતું. ૨૪ માર્ચના રોજ પેનલ ડીસ્કશનમાં સેલવાસ સ્માર્ટસીટીને અન્ય ­મુખ સ્માર્ટ શહેરો સાથે ઍમના અનુભવો ­સ્તુત કરવા માટે આમંત્રિત કર્યા હતા.
સેલવાસ સ્માર્ટસીટી લીમીટેડના મુખ્ય કાર્યકારી અધિકારી સુશ્રી ચાર્મી પારેખે પેનલ ચર્ચા સ્માર્ટસીટી લીડર્સને સશક્ત બનાવવામાં ભાગ લીધો હતો. જે દરમ્યાન ઍમણે નિમ્નલિખિત વિષયો પર ચર્ચા કરીહતી. જેમાં શહેરી શાસનના મુદ્દાને સîબોધિત કરવું, આગળના રસ્તા, કેટલીક ઍજન્સીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી, શહેરના નેતાઅો સામે આવતી તકલીફો અને સ્માર્ટસીટી ઍસપીવીનું ભવિષ્ય સામેલ છે.
૨૫ માર્ચના રોજ ઘોષિત સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટ સિટીને સ્માર્ટ અર્બન મોબિલીટી શ્રેણીમાં ­પ્રથમ સ્થાનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર સેલવાસ સ્માર્ટસીટી ચેરપર્સન ડો. તપસ્યા રાઘવ અને સેલવાસ સ્માર્ટસીટી લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી સુશ્રી ચાર્મી પારેખને આપવામાં આવ્યો હતો.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment