Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને ગતિશીલ વહીવટનું પરિણામ
સંપૂર્ણ ભારતમાં સૌથી વધુ રિક્‍વરી રેટઃ પ્રદેશના તમામ નાગરિકોને આપવામાં આવેલો કોવિડ-19ના વેક્‍સિનનો પ્રથમ ડોઝ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
આજે દાદરા નગર હવેલી ખાતે સારવાર લઈ રહેલા એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવતાં હવે દાદરા નગર હવેલી સહિત દમણ-દીવમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ નથી. જેના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ કોવિડ-19થી મુક્‍તિની દિશામાં અગ્રેસર બન્‍યો છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું કુશળ માર્ગદર્શન અને ગતિશીલ વહીવટનો મુખ્‍ય ફાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વર્ષ 2020માં આખું વિશ્વ કોવિડ-19 નામની વૈશ્વિક મહામારીથી પ્રભાવિત થયું હતું. આ રોગચાળાથી પીડિત લોકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં પણ જોવા મળ્‍યા હતા.
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રદેશમાં પ્રથમ કેસ 3 મે, 2020ના રોજ દાદરા નગર હવેલી જિલ્લામાં નોંધાયો હતો. જ્‍યારે કોરોનાની બીજીલહેરમા ંપ્રદેશમાં મહત્તમ દર્દીઓ મળી આવ્‍યા હતા. છેલ્લા આઠ મહિનાથી પ્રદેશમાં કોવિડ-19ના દર્દીઓ સતત મળી આવ્‍યા હતા. પ્રદેશમાં અત્‍યાર સુધીમાં કુલ 10642 કોવિડ-19 દર્દીઓ મળી આવ્‍યા છે, જેમાંથી દાદરા નગર હવેલીમાં 5912, દમણમાં 3512 અને દીવમાં 1218 કોવિડ-19 દર્દીઓ મળી આવ્‍યા છે.
કોરોનાની આ લડાઈમાં, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, પ્રશાસને આ રોગચાળા સામે લડવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. જેમાં એક તરફ આરોગ્‍ય વિભાગે નવા દર્દીઓની તપાસ કરી, ઘરે ઘરે જઈને લોકોના આરોગ્‍યની તપાસ કરી, લોકોને કોવિડ-19થી બચાવવા માટેના ઉપાયો બતાવ્‍યા, કોવિડ-19થી પીડિત લોકોને યોગ્‍ય સારવાર આપી. આ સાથે અન્‍ય વિભાગોએ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જવાબદારી વધુ સારી રીતે નિભાવી હતી, પરિણામે, 20મી સપ્‍ટેમ્‍બર 2021ના રોજ, દાદરા નગર હવેલીના છેલ્લા દર્દીને પણ રજા આપવામાં આવી હતી.
આજે ખૂબ ગર્વની વાત છે કે સમગ્ર કેન્‍દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19નો એક પણ સક્રિય કેસ નથી. આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે આજે કેન્‍દ્રશાસિત પ્રદેશનો રિક્‍વરી રેટ 99.96 ટકા છે જે સમગ્ર ભારતમાં સૌથી વધુ છે.
દાદરા નગર હવેલીમાં રિકવરી રેટ 99.95ટકા છે જ્‍યારે દમણ જિલ્લામાં રિકવરી રેટ 99.97 ટકા છે. તે ખૂબ જ ગર્વની વાત છે કે કેન્‍દ્રશાસિત પ્રદેશના દીવ જિલ્લામાં સૌથી વધુ 100 ટકા રિકવરી રેટ છે.
આ સંદર્ભમાં વધુ વિગતો આપતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ નિયામક ડો.વી.કે. દાસે જણાવ્‍યું હતું કે, આ પ્રદેશના લોકો માટે ચોક્કસપણે ખૂબ આનંદનો દિવસ છે. આજની સિદ્ધિ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના લોકોને કોવિડ-19ના નિવારણ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવેલા પ્રયત્‍નોનું ફળ મળ્‍યું છે. આજે, જ્‍યાં પ્રદેશમાં એક પણ સક્રિય કેસ નથી, બીજી બાજુ, પ્રદેશના તમામ નાગરિકોને કોવિડ-19ની પ્રથમ રસી આપવામાં આવી છે.
આ સાથે, ડો.વી.કે.દાસે પ્રદેશના લોકોને અપીલ કરી છે કે પ્રદેશના નાગરિકોએ આ કોરોના સામેની લડાઈમાં તેમનો સહકાર આપ્‍યો છે, તેઓએ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓ જેવી કે માસ્‍ક પહેરવા, 2 ગજનું અંતર રાખવું, વારંવાર હાથ ધોવા, જેવા કોવિડ-19થી બચવા અંગેના ઉપાયોનું પાલન કરે અને જે લોકોના કોવિદ-19ના રસી બાકી છે તેઓએ સમયસર તેમની રસી મુકાવી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા અંગે ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું.

Related posts

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

સેલવાસ ન.પા.ના સભાખંડમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

Leave a Comment