Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભરમલ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં રાષ્‍ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.) યુનિટની સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ગત એન.એસ.એસ. દિવસની ઉજવણીના નિમિતે વિવિધ કલાકળતિઓની સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી અને આ સ્‍પર્ધાઓના વિજેતાઓ રાજ્‍ય કક્ષાના એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે ‘‘ગુજરાત રાજ્‍ય એન.એસ.એસ. સેલ” દ્વારા આયોજિત વિવિધ કલાકળતિની સ્‍પર્ધાઓ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજેલ હતી. આ સ્‍પર્ધામાં સમગ્ર રાજ્‍યકક્ષાની વિવિધ 37 યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્‍યામાં એમ.એસ.એશ.ના સ્‍વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળબનાવ્‍યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાંથી 31 સ્‍વયંસેવક/સેવિકાઓએ ભાગ લઈ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું. જેમાં સદર કોલેજના ઉજ્‍જ્‍વલ દિપસિંહ, વાજીંત્ર વાદન સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન તેમજ ગરબા સ્‍પર્ધામાં સ્‍વયં સેવિકાઓ દ્વિતીય સ્‍થાને રહેતા સમગ્ર રાજ્‍યમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું નામ રોશન કરતાં ડો. કે. એન. ચાવડા સાહેબ(યુનિ. ના કુલપતિશ્રી), ડો.રમેશદાન ગઢવી (યુનિ. કૂલ સચિવશ્રી) તથા ડો.પ્રકાશચંદ્ર પટેલ (એમ.એસ.એસ. પોગ્રામ કો.ઓર્ડિનેટર અને યુવક અને શારીરિક શિક્ષણ વિભાગના (ઓ.એસ.ડી.) દ્વારા દરેક સ્‍વયંસેવકો/સેવિકાઓને શુભેચ્‍છા પાઠવી, આનંદ વ્‍યક્‍ત કર્યો હતો. આ સમગ્ર પોગ્રામનું માર્ગદર્શન તેમજ ટીમ મેનેજર તરીકે સદર કોલેજના એમ.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.ખુશ્‍બુ બી. દેસાઈએ સેવા આપી હતી. આમ તેમના કુશળ નેતૃત્‍વ હેથળ ગુજરાત રાજ્‍ય કક્ષાએ કોલેજનું નામ રોશન થતા કોલેજના આચાર્ય ડૉ.પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્‍ટીગણે આનંદ વ્‍યક્‍ત કરી આભાર માનતા ભવિષ્‍યમાં પણ કોલેજનું નામ રોશન કરવા શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment