Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીની ઝાંખી કરાવતા રથ સાથે ભવ્‍ય શોભાયાત્રા સલવાવ ગામમાં કાઢવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીના નેજા હેઠળ અને પૂ.રામ સ્‍વામી તેમજ ગોપાલ સ્‍વામીના તત્‍વધાનમાં રામનવમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રાનુ શનિવારે આયોજન થયું હતું. સુંદર સજાવેલા રથમાં ધનુર્ધારી ભગવાન રામ, વલ્‍કલ વષાધારી માતા સીતા તથા, લક્ષ્મણ અને ભક્‍ત શિરોમણી હનુમાનજીની વેશભૂષામાં જીવંત ઝાંખી કરાવી હતી. સલવાવ પ્રાથમિક શાળા પાસે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. જેમાં સલવાવ ગ્રામજનો જોડાયા હતા તે પછી ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે વિરાટ શોભાયાત્રા ભગવા ધ્‍વજ સાથે પ્રસ્‍થાન કર્યુ હતું. આ રેલીમાં શિક્ષકો તથા 700 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભગવા કુર્તા પહેરી જોડાયા હતા. વાજતે, ગાજતે, નાચતે આ રેલી સલવાવ ગામમાં ફરી પરત શિક્ષણ સંકુલ આવી હતી. આ રેલીમાં ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો તથા ડાયરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય આચાર્ય શ્રીચંદ્રવદન પટેલ આચાર્ય શ્રીમતી મિનલબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી આશા દામા, આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ, આચાર્ય શ્રીમતી નીતુ સીંગ તથા અન્‍ય મહાનુભાવો પણ જોડાયા હતા.

Related posts

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

Leave a Comment