January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29
વલસાડ જિલ્લા વિકાસ એજન્‍સી દ્વારા વલસાડની બાઈઆંવાબાઈ હાઈસ્‍કૂલના મેદાન પર તા. 22 જૂનથી આયોજિત સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનની તા. 28 જૂને પૂર્ણાહુતિ થઈ હતી. સ્‍વસહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્‍પાદિત વસ્‍તુઓની જિલ્લાની પ્રજાએ હોશે હોશે ખરીદી કરતા માત્ર 7 જ દિવસમાં કુલ રૂા.7,10,085નો વકરો થતા આ મેળો સખી મંડળોને ફળ્‍યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્‍ત ઉપક્રમે વંદે ગુજરાત પ્રદર્શની અને સખી મેળાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. સખી મંડળની બહેનો આત્‍મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા કરાયેલા આ પ્રયાસને પ્રજાએ પણ સહર્ષ આવકારી મેળામાંથી મન મુકીને ખરીદી કરી હતી. વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ખેડા અને વડોદરાના મળીને કુલ 50 સ્‍ટોલ પર સ્‍વ સહાય જૂથ (સખી મંડળ)ની મહિલાઓ દ્વારા સ્‍વ ઉત્‍પાદિત ચીજ વસ્‍તુઓ જેવી કે, ઓર્ગેનિક પ્રોડ્‍ક્‍ટ, હેન્‍ડીક્રાફટ, ડ્રેસ મટિરિયલ્‍સ, હોમ ડેકોર વસ્‍તુઓ, અથાણાં, મરી-મસાલા અને નાગલીના પાપડ પાપડી સહિતની પ્રોડક્‍ટનું ધૂમ વેચાણ થયું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના ડિસ્‍ટ્રીક્‍ટ લાઈવલીહૂડ મેનેજર સંતોષભાઈ દિનાકરને જણાવ્‍યું કે, 7 દિવસ દરમિયાન પહેલા દિવસે તા. 22મીએ રૂા. 46,200, તા.23મીએ રૂા. 96,485, તા. 24મીએ રૂા. 1,06,765, તા. 25મીએ રૂા. 90,980, તા. 26મીએ રૂા. 87,240, તા. 27મીએ રૂા. 1,90,610 અને તા. 28મીએ રૂ. 91,805 મળી કુલ રૂા. 7,10,085નું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધુ રૂા. 60,900નું વેચાણ વલસાડ તાલુકાના કલવાડા ગામના ગાયત્રી સખી મંડળ દ્વારા થયું હતું. આ મંડળની બહેનો દ્વારા રેડીમેઈડ કપડા પર વારલી પેઈન્‍ટીંગ અને ઝરી ભરત સહિતની કારીગીરી કરી કપડાને આકર્ષણરૂપ બનાવ્‍યા હતા.
7 દિવસ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાની મુલાકાત લીધી હતી. આ સાથે જ વલસાડ જિલ્લાના અન્‍ય સખી મંડળની બહેનોને પણ આ મેળામાંથી પ્રેરણા મળે તે માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજીત 1200 જેટલી મહિલાઓએ મેળાની મુલાકાત લઈ આત્‍મનિર્ભર બનવાની શીખ મેળવી હતી.

Related posts

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

દમણ ન.પા.ના ચીફ ઓફિસર સંજામ સિંઘના નેતૃત્‍વમાં દમણ ન.પા.ના ફિલ્‍ડ સુપરવાઈઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શુઝમાં દેખાશેઃ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ કરેલું વિતરણ

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

Leave a Comment