લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્મદે કુવૈત ખાતે યોજાયેલ 4થી એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં લોંગ જમ્પ અને હેપ્ટાથ્લોનમાં સિલ્વર મેડલ જીતી વિશ્વ ફલક ઉપર રોશન કરેલું ભારતનું નામઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાઠવેલા અભિનંદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.18 : કુવૈતમાં યોજાયેલી 4થી એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્મદે લોંગ જમ્પ અને હેપ્ટાથ્લોનમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશનું નામ વિશ્વ ફલક પર રોશન કરનાર લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્મદને પ્રશાસન તરફથી રૂા.10 લાખનું ઈનામ અને તેમના કોચ અહેમદ જાવેદને રૂા.2.5 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે અને પ્રશાસકશ્રીએ અભિનંદનની સાથે શુભકામનાઓ પણ પાઠવી છે.