August 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

દમણનો રામસિંગ દેવીચરણસીંગ ફાઈનાન્‍સ કંપનીની ત્રણ વર્ષથી લોન ભરી નહોતી તેથી કાર ખેંચાઈ નહી જાય તે માટે ડુપ્‍લીકેટ નંબર વાપરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
વાપી પોલીસે ડાભેલ ચેકપોસ્‍ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ખોટી નંબર પ્‍લેટ લગાવીને કારને ફેરવતો કાર માલિકને ઝડપી લીધો હતો. ફાઈનાન્‍સ કંપનીના ચઢી ગયેલા હપ્તા નહી ભરી શક્‍તા કાર કંપની ઉંચકી લેશે એવો ડર રાખીને કંપનીને ગેરમાર્ગે દોરવા ડુપ્‍લીકેટ નંબર લગાવી કાર ફેરવતો પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસ સુત્રો મુજબ વાપી ટાઉન પી.આઈ.બી. જે.સરવૈયાએ ચોરાયેલ વાહનોના ગુના ઉકેલવા પોલીસ સ્‍ટાફને વાહન ચેકીંગની કામગીરી સોપી હતી. તે મુજબ ડાભેલ ચેકપોસ્‍ટ જી.આર.ડી મુકેશભાઈ, કનૈયાભાઈ પટેલ, જય વિનોદ પટેલ વગેરે વાહન ચેકીંગ મંગળવારે કરી રહ્યા હતા. તે દરમયિાન દમણ તરફથી આવી રહેલ ઈકો કાર નંબર જીજે-1પ-સીજી-5263ના ચાલકને અટકાવી ગાડીના દસ્‍તાવેજ માંગ્‍યા તો કાર ચાલકના રામસીંગ દેવીચરણ સીંગ રહે. દમણ ગલ્લા તલ્લા કરેલા આથી પોલીસે પોકેટ કોપ મોબાઈલથી જાણ્‍યુ કે આ કારનો માલિક હિરેન લીલાધર વાઘેલા છે. તેથી પોલીસેરામસીંગને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરી તો ઈકો કાર ચાલકે જણાવ્‍યું કે મારી માલિકીના આ કારનો સાચો નંબર ડીડી-03-જે-1759 છે. જેની લોન વાપી મહિન્‍દ્ર ફાઈનાન્‍સમાંથી લીધી છે. જેના ત્રણ વર્ષથી હપ્તા ભરેલ નથી. તેથી ફાઈનાન્‍સ કંપનીના કર્મચારી કાર ખેચી નહી લે તે માટે ડુપ્‍ટલીકેટ નંબર લગાવી કાર ફેરવતો રહ્યો છું કાર ચાલકે ગુનો કબુલતા પોલીસે બે લાખની કાર મુદ્દામાલમાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

Leave a Comment