October 26, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના પરિસરમાં થોડા દિવસોના અવકાશ બાદ ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય બન્‍યું છે. આ વખતે દિપડાને કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશનની બહાર જતા દેખાયો હોવાનું વિશ્વનીય વર્તુળોએ જણાવ્‍યું હતું, તેથી દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા ચેતવણી પણ જારી કરી છે.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ જારી કરેલા સલાહ પત્રમાં જણાવ્‍યું છે કે, તા.રરમી મે, ર0રરના રોજ સવારે લગભગ 1ર.40 વાગ્‍યેમધ્‍યરાત્રિએ ભારતીય કોસ્‍ટ ગાર્ડે એર સ્‍ટેશન, દમણના પરિસરમાં એક જંગલી પ્રાણી(દિપડો) નજરે પડયો હતો. સાવચેતીના પગલા રૂપે, કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની આસપાસના વિસ્‍તારમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.
વધુમાં ઉલ્લેખ કરતા શ્રી મોહિત મિશ્રાએ જણાવ્‍યું હતું કે આ બાબતે અગાઉ પણ તા. 26/04/2022ના રોજ સલાહ જારી કરી હતી.
આજ ક્રમમાં કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની નજીક તમામ નાગરિકો અને પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ રાત્રે એકલા મુસાફરી નહી કરે. સાવચેતીના પગલા તરીકે નાના બાળકો અને ઘરેલું પ્રાણીઓને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવે છે.
વધુમાં રાત્રે બહાર અથવા ખુલ્લા ટેરેસ/વિસ્‍તારમાં સુવાનું ટાળવા, પ્રવાસીઓ તેમજ પગપાળા જનાર વ્‍યક્‍તિઓને સૂચના આપવામાં આવે છે કે જ્‍યાં સુધી જંગલી પ્રાણીને બચાવી લેવામાં નહી આવે અથવા આગળની સૂચના ન મળે ત્‍યાં સુધી એકાંત સ્‍થળોથી દૂર રહો અથવા જવાનું ટાળવા જણાવાયું છે.

Related posts

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment