September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન સમગ્ર દેશમાં 13 ઓગસ્‍ટથી 15ઓગસ્‍ટ સુધી ચાલશે. પ્રદેશમાં પ્રશાસન દ્વારા પણ પુરી તૈયારી કરી લીધી છે. આઅભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક પંચાયત વિસ્‍તારમાં કાર્ય શરૂ કરી દીધું છે. આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સુરંગી પંચાયત વિસ્‍તારમાં અલગ અલગ બેઠકોનું આયોજન કર્યું હતું. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા પૂર્વક કેવી રીતે મનાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સુરંગી ગામના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, દુકાનદારો, વેપારીઓ સાથે અલગ અલગ બેઠક કરવામાં આવી હતી.

Related posts

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

Leave a Comment