February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો : પોક્‍સો એક્‍ટ, ર01ર અને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ, 2015 હેઠળના કાયદાઓ પર તાલીમનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા અને નગર હવેલીના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા, દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ સમાજ કલ્‍યાણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ(કેર એન્‍ડ પ્રોટેક્‍શન)-ર01પ સુધારો અધિનિયમ, નિયમો અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (પોસ્‍કો) સુધારો અધિનિયમ-2019 પર બે દિવસીય જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રશિક્ષણ કાર્યક્રમનો આરંભ દીપ પ્રજ્જલિત, પ્રાર્થના અને મહેમાનોનું ફુલોથી સ્‍વાગત કરી કરવામાં આવ્‍યો. હતો. આ તાલીમ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્‍યાણ પોલીસ અધિકારી(સીડબલ્‍યુપીઓ) સ્‍પેશ્‍યલ જુવેનાઈલ પોલીસ યુનિટ(એસજેપીયુ), દાદરા નગર હવેલી, જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ(જેજેબી), બાળ કલ્‍યાણ સમિતિ (સીડબલ્‍યુસી), ચાઈલ્‍ડ લાઈન(1098), રાજ્‍ય દત્તક સંસાધન એજન્‍સી(એસએસએ) ખુલ્લા આશ્રય ગૃહ (ઓપન સેલ્‍ટર હોમ), વિભાગના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રશિક્ષણરિસોર્સ પર્સન શ્રી વરુણ પાઠક, બાળ કલ્‍યાણ સમતિના અધ્‍યક્ષ (સીડબલ્‍યુસી), દિલ્‍હી તેમજ તેમના સહયોગી શ્રી અરુણેન્‍દ્ર નારાયણ(બાળકોના અધિકાર, નિષ્‍ણાંત, દિલ્‍હી) દ્વારા બાળકોના સુરક્ષા અને કાળજીને લગતા કાયદાઓ વિશે જુવેનાઈલ જસ્‍ટીસ (કેસ એન્‍ડ પ્રોટેક્‍શન) સુધારો અધિનિયમ (જેજે એક્‍ટ), ર01પ, જેજે રુલ-ર016 અને પોક્‍સો એક્‍ટ, ર01ર વિસ્‍તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. જેમા બાળકોના અધિકાર વિશે જાણકારી આપવામા આવી, બાળ શ્રમને લગતા કાનૂની તથા ઉલ્લંઘન કરનાર પર લાગુ પડતા કાનૂન તેમજ બાળકોને લગતી કામગીરી દરમિયાન પોલીસ વિભાગ, શ્રમ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ, જિલ્લા બાળ સુરક્ષા એકમ,ચાઈલ્‍ડ હેલ્‍પ લાઈન, રાજ્‍ય દત્તક સંસાધન એજન્‍સી, ખુલ્લા આશ્રય ગૃહ જેવા વિભાગ મળીને શ્રેષ્‍ઠ કામગીરી કેવી રીતે કરી શકાય તેના વિશેની સમજ અને સમજણ આપવામાં આવી હતી.
આ સંપૂર્ણ કાર્યક્રમનું સંકલ્‍ન અને સંચાલન દાદરા અને નગર હવેલીના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

Leave a Comment