January 16, 2026
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ


(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં પડતા શહેર તેમજ ગ્રામ્યના માર્ગોનું ધોવાણ થયું છે. જેના કારણે આમ જનતાને રોજીદા આવવા-જવા માટે વાહનવ્યવહાર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના સુચારુ માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના કુરેલીયા બારતાડ રોડ, જામનપાડા, તોરણવેરા, ઢોલુમ્બર, બારતાડ ભિનાર રોડ સહિત બીજા અન્ય માર્ગોની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરાઇ છે. જેના લીધે ગ્રામજનોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

Leave a Comment