Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.10: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દીવના પટેલવાડી સ્‍થિત સરકારી મિડલ ઈંગ્‍લીશ મિડિયમ સ્‍કૂલ ખાતે બાળકોને સિંહ વિશે સચોટ માહિતી મળી રહે તે સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન વિશ્વ સિંહ દિવસના કોર્ડીનેટર માનસિંગ બામણીયા દ્વારા બાળકોને જંગલના નિયમો તથા સિંહ પજવણી અને સિંહના સ્‍વભાવ વિશે વિશેષ માહિતી બાળકોને અપાઈ હતી. વિદ્યાર્થીઓએ પણ સિંહ વિશે પોતાનું ઉદબોધન આપ્‍યુ હતું. કાર્યક્રમમાં બાળકોને સિંહના મુખોટા તથા સ્‍ટીકરનું વિતરણ થયું હતું. મુખોટા પહેરી બાળકોમાં અનેરી ખૂશી જોવા મળી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ લોકોએ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શિલ્‍પારામુ પટેલએ ઉપસ્‍થિત મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડમાં સૃષ્‍ટિના સર્જનહાર જગન્નાથભક્‍તોને દર્શન આપવા શેરીઓમાં પધાર્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના નૂતન કાર્યકાળના આરંભ સાથે હવે દાનહ અને દમણ-દીવ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થવા તરફઃ સમગ્ર દેશ માટે મોડેલ પ્રદેશ બનશે

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment