Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો વિકાસશીલ અને ટ્રાઇબલ તાલુકો છે. જ્‍યાં શૈક્ષણિક ક્ષેત્રે વધારે ધ્‍યાન આપવાની જરૂરિયાત છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્‍યું છે કે, કપરાડા ખાતે લોકો વાંચન પ્રવૃત્તિ તરફ પ્રેરાય અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપતા યુવાનોને મદદરૂપ થવા અને પ્રેરણા પુરી પાડી શકાય તે અંગે કપરાડા તાલુકા ખાતે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત કપરાડાની ગ્રાન્‍ટમાંથી મળીને એક અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવવાનું આયોજન કરાયું છે. જે માટે અંદાજે એક કરોડ રૂપિયાની ખર્ચ થશે. જેમાં ફર્નિચર, બુકસ, ટેબલ તથા અન્‍ય અત્‍યાધુનિક સુવિધાઓ સાથેનું બિલ્‍ડિંગ સંકુલ બનાવાશે. જેમાં વાંચન રૂચિ ધરાવતા સીનિયર સીટીઝન માટે પણ અલગથી હોલ બનાવવાનું આયોજન કરાયું છે.

                આ લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર અંગે તાંત્રિક મંજૂરી તથા વહીવટી મંજૂરીની કાર્યવાહી પૂરી થતાં આગામી અઠવાડિયામાં ટેન્‍ડર ઓનલાઇન કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં કપરાડા તાલુકાના આદિવાસી વિસ્‍તારના યુવાનો તથા લોકોને આધુનિક લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ બનશે. લોકો વાંચનમાં રૂચી ધરાવતા થાય તેમજ આદિવાસી યુવાનો વધુમાં વધુ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી નેમ સાથે જિલ્લા પંચાયત ભવિષ્‍યમાં શૈક્ષણિક ક્ષેત્રે આ પ્રકારના કાર્યો કરવા કટિબધ્‍ધ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

Leave a Comment