Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

દમણમાં રહેતા અન્‍ય રાજ્‍યના યુવકે યુવતીના નામે તેના મિત્રો પાસેથી પૈસા પણ પડાવ્‍યા હતા: સીએ બનવા માંગતી યુવતીનું જીવન અંધકારમય બને તેમ હોય પરિવારે અભયમની મદદ લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નજીકના ગામમાંથી ભારતીબેન શાહ (નામ બદલ્‍યું છે)એ પોતાની 19 વર્ષીય દીકરી દિવ્‍યા (નામ બદલ્‍યું છે) ને કોઈ અજાણ્‍યા પરપ્રાંતિય યુવકે ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર પ્રેમજાળમાં ફસાવી એની સાથે જવા જીદ કરતા 181 અભયમને કોલ કરી મદદ માંગી હતી. કોલ મળતા જ 181 અભયમની ટીમ ભારતીબેને જણાવેલા સરનામે પહોંચી હતી. જ્‍યાં અરજદાર ભારતીબેનના જણાવ્‍યા અનુસાર, તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારના છે અને સંતાનમાં એક જ દીકરી છે. જે કોલેજના બીજા વર્ષમાંઅભ્‍યાસ કરે છે.
છ મહિના અગાઉ તેની ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર એક યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રએ બે મહિના બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જેની જાણ માતાપિતાને થતા દીકરી દિવ્‍યાને પૂછપરછ કરતા જણાવ્‍યું કે, યુવક રાકેશ (નામ બદલ્‍યું છે) બીજા કોઈ રાજ્‍યમાંથી કામ ધંધા અર્થે ઘણા સમયથી દમણમાં એકલો રહે છેતથા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તેણે દિવ્‍યાના નામે તેના મિત્ર પાસેથી પણ 5 થી 10 હજાર રૂપિયા પડાવ્‍યા હતા. તેથી તેમણે દીકરીને આવા યુવકની જાળમાં ન ફસાય તે માટે સમજાવવાના ખૂબ પ્રયત્‍ન કર્યા પરંતુ દિવ્‍યા માની ન હતી. દિવ્‍યાએ પરિવારની વાત નહીં માનતા તેમણે રાકેશને મુલાકાત માટે બોલાવ્‍યો હતો પરંતુ તે આવ્‍યો ન હતો. દિવ્‍યાએ યુવક સાથે જ જતી રહેવાની જીદ કરતા તેનું જીવન અંધકારમય ન બને તે માટે દીકરીને સમજાવવા ભારતીબેને 181 અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે આ બાબતે દિવ્‍યાનું કાઉન્‍સેલિંગ કર્યું હતું અને તે કેવી રીતે રાકેશના સંપર્કમાં આવી તેમજ પોતે સીએ થવા માંગે છે તેમ જણાવ્‍યું હતું. ટીમ દ્વારા તેનું તેના શૈક્ષણિક કારકિર્દી અંગે કાઉન્‍સેલિંગ કરી દિવ્‍યા સારો અભ્‍યાસ કરી ઉચ્‍ચ ડીગ્રી મેળવી સારા હોદ્દા પર નોકરી મેળવે તે માટે તેને પ્રોત્‍સાહિત કરી હતી તેમજ અજાણી તથા અવિશ્વાસુ વ્‍યક્‍તિની વાતોમાં ફસાઈને પોતાની જિંદગી ખરાબ ન થાય સાથે માતા-પિતાના સ્‍વપ્‍નો પણ ન તૂટે તે માટે 181 અભયમની ટીમે સમજાવતા દિવ્‍યાને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી તે રાકેશ સાથે કોઈ પણ જાતનો વ્‍યવહાર રાખશે નહીં તેમ જણાવ્‍યું હતું. તેથી માતા-પિતાએ હાશકારો લઈ 181 ટીમનો આભાર માન્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ધરમપુરની એસઅમએસએમ હાઈસ્‍કૂલમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના હસ્‍તે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment