October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

બિન રાજકીય રહેલ આ ખેડ સત્‍યાગ્રહને થોડા વર્ષોથી રાજકીય રંગે રંગી કોંગ્રેસ અને ભાજપ દ્વારા અલગ અલગ રેલીનું આયોજન

કોંગ્રેસના આ કાર્યક્રમમાં ભાજપ સરકારના માથે માછલા ધોવાયા : લકકી ડ્રો દ્વારા અનેક ખેડૂતોને ખેતીના સાધનો ફ્રીમાં આપવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: 1લી સપ્‍ટેમ્‍બર એટલે ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલી દિવસ 1953 થી જાગીરદારોએ પચાવી પાડેલ જમીન મેળવવા માટે શરૂ થયેલ ઈશ્વરભાઈ દેસાઈ, ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ તથા રમણભાઈ દેસાઈ સહિત અનેક લોકો દ્વારા શરૂ થયેલ આ અહિંસક લડાઈ 14 વર્ષ પછી 1967 માં પૂર્ણ થઈ અને આ જમીનદારો અને શાહુકારો પાસેથી 14000 એકર જમીન ખેત મજુર (ખેડૂત) તરીકે અને 13,000 એકર જમીન ગણોતિયા તરીકેઆમ કુલ 27000 એકર જમીન તત્‍કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના હસ્‍તે સનદ આપી હજારો જમીન વિહોણા ગરીબ લોકોને જમીનના માલિક બનાવી ખેડૂત બનાવ્‍યા હતા. આ મહાનુભવોની યાદમાં તેમણે કરેલ આંદોલનો ભૂલી ન જાય અને તેમના બલિદાનનોને યાદ કરવા માટે દર વર્ષે પહેલી સપ્‍ટેમ્‍બરે આ ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે.
અગાઉના વર્ષોમાં આ રેલી બિન રાજકીય રીતે યોજાતી હતી પરંતુ થોડા વર્ષોથી તેને રાજકીય રંગ આપી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અલગ અલગ રીતે આ રેલીનું આયોજન કરતા આવ્‍યા છે.
ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ખેડ સત્‍યાગ્રહમાં આગવી ભૂમિકા ભજવનારા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલના ગામ ડુમલાવ ખાતે આજરોજ પહેલી સપ્‍ટેમ્‍બરે ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાંસદાના ધારાસભ્‍ય અને હાલમાં અનેક આંદોલનો દ્વારા જંગલ વિસ્‍તારના આદિવાસીઓના દરેક પ્રશ્ને સાથે રહેનારા અનંતભાઈ પટેલની સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ખેડૂતોની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પારડી તાલુકાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતિષભાઈ પટેલની રાહબરી હેઠળ યોજાયેલ આ રેલીમાં પધારેલ અનેક મહાનુભવોએ આ રેલીમાં બલિદાન આપનારાવીરોને યાદ કરી આજની ગરીબો અને આદિવાસીઓની વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતિષભાઈ પટેલે ‘‘હારે અમે ધરતીના ખેડૂત જાગ્‍યા”, ‘‘ખેડે એની ભોંય થશે” ના ગીતો દ્વારા આ સમગ્ર ખેડ સત્‍યાગ્રહનો ઈતિહાસ લોકો ઉપસ્‍થિત ખેડૂતોને વર્ણવ્‍યો હતો.
વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલે જય આદિવાસી અને ઉત્તમભાઈ અમર રહો ના સુત્રો સાથે પોતાના વ્‍યક્‍તત્‍વની શરૂઆત કરી ભાજપ સરકાર પર આંકરા પ્રહારો કરી આ સરકાર કોઈ મદદ કરી રહી નથી પરંતુ વિવિધ પ્રોજેક્‍ટ આદિવાસી તથા જંગલ વિસ્‍તારમાં લાવીને ગરીબોની જમીન લૂંટી લઈ ફરીથી જમીન વિહોણા બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ‘‘જાન દેંગે જમીન નહીં” ના નવા સૂત્ર લોકો પાસે બોલાવી સભામાં ઉપસ્‍થિત ખેડૂતોમાં ઉત્‍સાહ ભરી ટુંકુ પરંતુ જોશ ભર્યું વક્‍તવ્‍ય કર્યું હતું.
જેમણે આ ખેડ સત્‍યાગ્રહમાં મહત્‍વની ભૂમિકા નિભાવી હતી એવા રમણભાઈ દેસાઈના પુત્ર અને કોંગ્રેસમાં કેન્‍દ્રમાં આગવું સ્‍થાન ધરાવતા મિલનભાઈ દેસાઈએ ખૂબ સરસ ઉદબોધન કર્યું હતું. તેઓએ ઉત્તમભાઈ પટેલને મરણોત્તર એવોર્ડ મળે તે માટેના પ્રયાસ કરવા જોઈએ હોવાનું જણાવ્‍યું હતું. આ ઉપરાંત ધારાસભ્‍ય અનંતભાઈના સૂત્ર લડેંગે જીતેંગે ઔર લડેંગે ઓર જીતેંગે નીસાથે દિલ્‍હી સર કરેંગેનું નવું સૂત્ર આપ્‍યું હતું.
આ ઉપરાંત વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફૂલજી, વલસાડ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ, માજી સાંસદ કિશનભાઈ, જયશ્રીબેન, મુકેશભાઈ ડુમલાવ, કુંજાલીબેન, રમેશભાઈ ઓઝર વિગેરેનાઓએ પોતાના વક્‍તવ્‍યમાં ખૂબ મુશ્‍કેલીથી મળેલ આ જમીન વેચી ન દેતા તેને સાચવવાનું જણાવ્‍યું હતું અને આજનો આ દિવસ ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈને યાદ કરવાનો દિવસ હોવાનું કહ્યું હતું.
સાથે સાથે આ ખેડ સત્‍યાગ્રહમાં ઉપસ્‍થિત ખેડૂતોને ઈનામી કુપન આપી લકી ડ્રો દ્વારા દવા છાંટવાનો ડીઝલ પંપ, લાકડા કાપવાનું કટર મશીન, ઘાસ કાપવાનુ કટર મશીન, બેટરીવાળો પંપ, પાણી ખેંચી શકે તેવું જનરેટર તથા ઉપસ્‍થિત દરેક બહેનોને દાતરડું ફ્રીમાં આપવામાં આવ્‍યું હતું. આ તમામ 40,000 રૂપિયાના સાધનો મિલનભાઈ દેસાઈ તરફથી આપવામાં આવ્‍યા હતા.
આજના આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ, મિલનભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ, વાપીના ખંડુભાઈ, પીરુભાઈ, ઉમરગામના ફુલજીભાઈ, હરેશભાઈ, સુરેશભાઈ, મુકેશભાઈ, કુંજલીબેન, ધર્મિષ્ઠાબેન, જયશ્રીબેન, ગીતાબેન તથા આ ખેડસત્‍યાગ્રહમાં ભાગ લેનારા ડુમલાવ તથા પંડોરના બે મહાનુભાવો સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહી આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

Leave a Comment