Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો વિકાસશીલ અને ટ્રાઇબલ તાલુકો છે. જ્‍યાં શૈક્ષણિક ક્ષેત્રે વધારે ધ્‍યાન આપવાની જરૂરિયાત છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્‍યું છે કે, કપરાડા ખાતે લોકો વાંચન પ્રવૃત્તિ તરફ પ્રેરાય અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપતા યુવાનોને મદદરૂપ થવા અને પ્રેરણા પુરી પાડી શકાય તે અંગે કપરાડા તાલુકા ખાતે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત કપરાડાની ગ્રાન્‍ટમાંથી મળીને એક અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવવાનું આયોજન કરાયું છે. જે માટે અંદાજે એક કરોડ રૂપિયાની ખર્ચ થશે. જેમાં ફર્નિચર, બુકસ, ટેબલ તથા અન્‍ય અત્‍યાધુનિક સુવિધાઓ સાથેનું બિલ્‍ડિંગ સંકુલ બનાવાશે. જેમાં વાંચન રૂચિ ધરાવતા સીનિયર સીટીઝન માટે પણ અલગથી હોલ બનાવવાનું આયોજન કરાયું છે.

                આ લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર અંગે તાંત્રિક મંજૂરી તથા વહીવટી મંજૂરીની કાર્યવાહી પૂરી થતાં આગામી અઠવાડિયામાં ટેન્‍ડર ઓનલાઇન કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં કપરાડા તાલુકાના આદિવાસી વિસ્‍તારના યુવાનો તથા લોકોને આધુનિક લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ બનશે. લોકો વાંચનમાં રૂચી ધરાવતા થાય તેમજ આદિવાસી યુવાનો વધુમાં વધુ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી નેમ સાથે જિલ્લા પંચાયત ભવિષ્‍યમાં શૈક્ષણિક ક્ષેત્રે આ પ્રકારના કાર્યો કરવા કટિબધ્‍ધ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં જામનારો ચતુષ્‍કોણિય જંગઃ શિવસેનાને પોતાનું સત્તાવાર નિશાન તીરકામઠું નહીં મળતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

vartmanpravah

Leave a Comment