(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા સુચારૂ કાર્યરત માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવામાં આવ્યા છે. આ પહેલ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નિર્દેશ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દાનહ પીડીએના સચિવ સભ્ય સુશ્રી ચાર્મી પારેખ અને બેંક ઓફ બરોડા વલસાડ વિસ્તારના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્દ્ર સિંહના હસ્તે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ પહેલ આમજનતાને નજીકના ભવિષ્યમાં ભવન યોજનાઓ અને નિર્માણ માટેની અનુમતિ વગેરેને સુચારૂ અને સમય પર અનુમોદન માટે મદદગાર સાબિત થશે.