Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટ

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

સુરત

મનપા ઉધના ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોર્પોરેટરો બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક જુથ ગેરકાયદે બાંધકામની ભલામણ કરે તે સાંભળવામાં આવે તેવી માગણી કરી રહ્યું છે તો બીજું ગ્રુપ ગેરકાયદે બાંધકામ થાય જ નહીં અને થાય તો પહેલા તબક્કામાં જ દુર કરી દેવામાં આવે તેવી માગણી કરી રહ્યું છે. સાથે સાથે ઉધના ઝોનના કેટલાક કર્મચારીઓ મીલી ભગત માં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં હોય તેમની સામે પણ ફરિયાદ ઉઠી છે. આવા કર્મચારીઓ સામે પણ પગલાં ભરવા જાેઇએ તેવી માગણી થઈ રહી છે.

મનપાના તમામ ઝોનમાં રાજકારણ અને કર્મચારીઓની મીલી ભગતમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. ઉધના ઝોનમાં પણ આ પ્રકારના અનેક ગેરકાયદે બાંધકામ થયા છે તેની સામે હાલમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ડિમોલીશનની કામગીરી દરમિયાન કેટલાક કોર્પોરેટરો ગેરકાયદે બાંધકામ બચાવવા માટે ભલામણ કરી રહ્યાં છે. કોર્પોરેટરોની આ ભલામણ કેટલાક અધિકારીઓ સાંભળતા નથી અને ભલામણવાળા બાંધકામનું પહેલા ડિમોલીશન કરી દે છે તે મુદ્દે કેટલાક કોર્પોરેટરો અકળાયા હતા અને મેયર ને રજુઆત કરી હતી. જેના કારણે વિવાદ ઉભો થયો છે.

જાેકે, આ મુદ્દે કોર્પોરેટરો બે જુથમાં વહેચાઈ ગયાં છે એક જુથ રહેણાંક વિસ્તારમાં નાના બાંધકામ થયા હોય તેને યથાવત રાખવામાં આવે તેવી ભલામણ કરે છે તો બીજું જુથ એવું છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે આ ગેરકાયદે બાંધકામ ઝોનના કેટલાક કર્મચારીઓ મીલી ભગતમાં જ થાય છે અને ત્યાર બાદ ડિમોલેશન થતાં લોકો કોર્પોરટર પાસે આવે છે અને ભલામણ કરવી પડે છે. જે કર્મચારીઓની મીલી ભગત માં બાંધકામ થતાં હોય તેની જવાબદારી નક્કી કરીને તેમની સામે પગલાં ભરવા જાેઈએ. આટલું જ નહીં પરંતુ ગેરકાયદે બાંધકામ શરૂ થાય ત્યારે જ તેને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મનપાના કેટલાક અધિકારીઓ ગેરકાયદે બાંધકામ સામે આક્રમક બનતા હવે કોર્પોરેટરો પણ બચાવમાં આવી ગયાં છે અને ગેરકાયદે બાંધકામ નહી થવા દેવા જાેઈએ તેવી વાત કરતા થયાં છે. જાેકે, આ ગેરકાયદે બાંધકામ વખતે કોની ભલામણ છે તે વાત કર્મચારીઓ જાહેર કરે કે ક્યા કર્મચારીએ વહેવાર લીધો છે તે કોર્પોરેટરો જાહેર કરે તો ગેરકાયદે બાંધકામની સમસ્યાનો હલ થઈ શકે તેમ છે.

Related posts

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

Leave a Comment