(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સેલવાસ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ અવસરે ફીટ ઈન્ડીયા ફ્રીડમ રનનું ખાનવેલમાં આયોજન કરવામા આવ્યું હતું. જેને આરડીસી શ્રી ફરમન બ્રહ્માના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવી હતી. આરડીસીએ યુવાઓને ફિટનેશના માધ્યમથી પોતાના લક્ષ્ય પ્રત્યે અગ્રેસર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુથ ઓફિસર મનસાનામાર્ગદર્શનમાં તથા જન નિર્માણ સંસ્થાના સહયોગ દ્વારા ફ્રીડમ રનનું આયોજીત કરવામા આવી હતી. જેનો ઉદેશ્ય જન ભાગીદારીથી જન આંદોલન અને ‘ફિટનેશનો ડોઝ અડધો કલાક રોજ’ને પૂર્ણ રૂપે સંદેશના માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ દોડ ખાનવેલ પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન કરી ચૌડા ગ્રાઉન્ડ પર સંપન્ન કરવામાં આવી હતી. જેમા 100થી વધુ યુવાઓએ ભાગ લીધો હતો.વિજેતા દોડવીરને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ અવસરે ખાનવેલ સરપંચ શ્રી મારિયાભાઈ, શ્રી અરવિંદ પટેલ, શ્રી મુકેશભાઈ ગાવિત, શ્રી જીતેનભાઈ પટેલ, સ્પોર્ટ્સ વિભાગના સમન્વયક શ્રી મહેશભાઈ પટેલ, જન નિર્માણના પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.